હવે પુનમ કોઇ પણ કિંમતે ફિલ્મ મેળવી લેવા સજ્જ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇ : પુનમ પાન્ડે  કોઇ પણ કિંમતે ફિલ્મ મેળવી લેવા માટે સજ્જ દેખાઇ રહી છે. આના માટે પ્રયાસ પણ કરી રહી છે. તે સોશિયલ મિડિયા પર સતત સક્રિય રહે છે. સેક્સી એન્ડ હોટ તરીકેની છાપ ધરાવતી પુનમ પાન્ડે આશાસ્પદ દેખાઇ રહી છે.  પુનમ પાન્ડે સોશિયલ મિડિયા પર મોટા ભાગે છવાયેલી રહે છે. સોશિયલ મિડિયા પર સેક્સી અને બોલ્ડ ફોટાઓના કારણે હમેંશા ચર્ચામાં રહેલી પુનમ પાન્ડેને લાંબા ગાળા બાદ ફિલ્મ મળી છે.

પુનમ પાન્ડે સાથે ફિલ્મમાં કામ કર્યા બાદ શક્તિકપુરે પોતાના અનુભવ અંગે વાત કરતા કહ્યુ છે કે પુનમ સાથે રોલ કરતી વેળા તે નર્વસ થઇ ગયો હતો. શક્તિકપુર હાલમાં પોતાની નવી ફિલ્મ ધ જર્ની ઓફ કર્મા નામની ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત રહી હતી. ફિલ્મના ટીજર લોંચ કરવામાં આવ્યા બાદ શક્તિકપુરે ફિલ્મના સંબંધમાં વાત કરી હતી.

પુનમ પાન્ડે વિતેલા વર્ષોમાં પણ વિવાદમાં રહી છે. તેના કેટલાક ફોટોના કારણે ચર્ચામાં રહી છે. પુનમ પાન્ડે ચર્ચામાં રહેવા માટે દરેક પ્રયાસ કરતી રહે છે. આવી સ્થિતીમાં તે ફોટા વાઇરલ કરતી રહે છે. આવી સ્થિતીમાં ચાહકોમાં તે લોકપ્રિય રહી છે.

 

Share This Article