અમદાવાદ :જામનગર અને દેવભૂમિ દ્વારકાજિલ્લાની લોકસભા બેઠકના ભાજપ સાંસદ સભ્ય પુનમબેન માડમની પુત્રીનું આજે સવારેસિંગાપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું સમગ્ર રાજયમાં ઘેરા શોકનીલાગણી પ્રસરી ગઇ છે. ખાસ કરીને પરિવાર અને સગાવ્હાલાની સાથે જામનગર પંથક ઉપરાંતભાજપ તેમ જ અન્ય રાજકીય પક્ષોમાં પણ દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે.
દિવાળી દરમિયાન દિલ્હી ખાતે સખત રીતે દાઝીગયેલી સાંસદ પૂનમબહેન માડમની પુત્રી શિવાનીને દિલ્લી, મુંબઇ અને ત્યાંથી સિંગાપુર સારવાર માટે ખસેડવામાં આવી હતી. જા કે,તેમછતાં તેને બચાવી શકાઇ નથી અને લાંબી સારવારબાદ તેણીનું મૃત્યુ નિપજતા સાંસદ માડમ તેમજ જામનગર સહિત રાજ્યભર અને તેમનાપરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દિવાળી દરમિયાન દિલ્હી ખાતેના સાંસદપૂનમબહેન માડમના નિવાસસ્થાને પુત્રી દાઝી જતા તેમને લાંબી સારવાર દરમિયાન મુંબઈઅને સિંગાપુર ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું મૃત્યુ નિપજ્યુંહોવાના સમાચાર આવ્યા હતા. જામનગર જિલ્લાના ભાજપના સાંસદ પુનમ માડમની યુવા પુત્રીનામૃત્યુને પગલે સાંસદ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગત દિવાળી દરમિયાનસાંસદ પુનમ માડમના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને તેમની પુત્રી શિવાની ઉમંર વર્ષ ૨૧કોઈ પણ કારણસર પોતના ઘરે દાઝી ગઈ હતી.
જેને લઈને તેણીને તાત્કાલીક સારવાર અપાઈહતી. દરમિયાન દિલ્હીથી વધુ સારવાર માટે તેણીને મુંબઈ ખસેડવામાં આવી હતી. જ્યાંથીપણ તબિયતમાં સુધારો નહીં થતા વધુ સારવાર અર્થે સિંગાપુર ખાતે ખસેડાવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન તેણીનું આજે સવારે મૃત્યું થયું હોવાનું જાણવા મળ્યું હતું.સાંસદ માડમના જામનગર ખાતે કાર્યાલય જાણવા મળતી વિગત મુજબ, દિવાળી દરમિયાન શિવાની દિલ્લી ખાતેના નિવસ્થાને હતી ત્યાં ગીઝર ચાલુકરતી વખતે નીકળેલ ગેસના કારણે આગ લાગી હતી. જોકે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કેફટાકડા ફોડતાં આ અકસ્માત બન્યો હતો. આગમાં શિવાની સપડાઈ જતા સખત રીતે દાઝી ગઈ હતી.છેલ્લા ૨૫ દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. સિંગાપુરથી તેણીનો મૃતદેહ ફલાઇટમાંદિલ્હી ખાતે લવાશે અને અંતિમવિધિ નોઇડા ખાતે કરાય તેવું જાણવા મળી રહ્યું છે.