સ્ટાર પ્રભાસની ફિલ્મમાં પુજા હેગડેને લેવાનો નિર્ણય કરાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : શરૂઆતી કેરિયરમાં મોટી સફળતા ન મળ્યા બાદ હવે આશાસ્પદ સ્ટાર પુજા હેગડને સારી અને મોટી ફિલ્મો મળી રહી છે. તેની પાસે કેટલીક મોટી ફિલ્મ છે. હવે સુપરસ્ટાર અભિનેતા પ્રભાસની સાથે તેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અભિનેતા પ્રભાસે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મના સંબંધમાં પ્રભાસે પોતે માહિતી આપી છે. સોશિયલ નેટવર્કિગ સાઇટ પર પ્રભાસે જાહેરાત કરી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મના નામની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્દેશક કેકે રાધાકૃષ્ણન રહેશે. પ્રભાસે ફેસબુક એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી છે.

પ્રભાસે કહ્યુ છે કે તે પોતાની નવી ફિલ્મની માહિતી તમામ વચ્ચે આપીને ભારે ખુશ છે. નવી ફિલ્મ પણ ત્રણ ભાષામાં બનાવવામાં આવનાર છે. પુજા હેગડેની સાથે શુટિંગ ટુંક સમયમા જ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મ યુરોપની પટકથા પર આધારિત રહેશે. પુજા હેગડેને મોટી ભૂમિકા મળી ગઇ છે. પુજા હેગડે દ્વારા આ સંબંધમાં કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે પ્રભાસ જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ પુજા હેગડે ભારે ખુશ છે. તે અન્ય એક મોટી કોમેડી ફિલ્મ હાઉસફુલ -૪માં પણ કામ કરી રહી છે. જેમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બોબી દેઓલ કામ કરી રહ્યા છે.

ફિલ્મમાં પુજાની સાથે કૃતિ ખરબંદા અને કૃતિ સનુન પણ કામ કરી રહી છે. હાઉસફુલ-૪નુ શુટિંગ ઝડપથી ચાલી રહ્યુ છે. જયપુરમાં મોટા ભાગે ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. પુજા પહેલા હાઉસફુલ-૪ના હિસ્સાના શુટિંગને પૂર્ણ કરે તેવી શક્યતા છે. પ્રભાસ સમગ્ર વિશ્વમાં બાહુબલી તરીકે વધારે લોકપ્રિય થઇ ચુક્યો છે. પ્રભાસ હાલમાં તેની સાહો ફિલ્મને લઇને વ્યસ્ત બનેલો છે. જેમાં હિન્દી કલાકારો પણ છે.

Share This Article