મુંબઇ: રોહિત શેટ્ટીની હાલમાં રજૂ કરવામાં આવેલી મોટી ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે ત્યારે રોહિત શેટ્ટીએ તેમના આગામી પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રોહિત હવે સુર્યવંશી નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં પુજા હેગડને લેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મમાં આ વખતે તેમના મિત્ર અને ખાસ અભિનેતા અજય દેવગનને લેવાના બદલે અક્ષય કુમારને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવે રોહિતની આગામી ફિલ્મને લઇને ચાહકો રાહ જાવા લાગી ગયા છે. ફિલ્મના અંતમાં સિમ્બામાં સુર્યવંશીની એક ઝલક દર્શાવવામાં આવી હતી. ત્યારબાદથી ફિલ્મના ચાહકો આને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા છે. તાજા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કહી શકાય છે કે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ખુબસરત પુજા હેગડેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અક્ષય કુમારની સાથે પુજા હેગડેની જોડીને ચમકાવવામાં આવનાર છે. રોહિત શેટ્ટીની આ મોટી ફિલ્મ હાથ લાગી ગયા બાદ પુજા ભારે ખુશ દેખાઇ રહી છે.
બીજી બાજુ પુજાની પાસે હાલમાં અન્ય કેટલીક સારી ફિલ્મો પણ રહેલી છે. જેમાં હાઉસફુલ શ્રેણીની ફિલ્મ સામેલ છે. જે મલ્ટીસ્ટારર ફિલ્મ તરીકે છે. આ ફિલ્મમાં પણ અક્ષય કુમાર કામ કરી રહ્યો છે. બોબી દેઓલ પણ નજરે પડનાર છે. રોહિત શેટ્ટીની છેલ્લે સિમ્બા ફિલ્મ હાલમાં નજરે પડી છે. જેમાં રણવીર અને સારા અલી ખાનની જાડી ચમકી છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર ઉલ્લેખનીય સફળતા હાથ લાગી ગઇ છે. રોહિત શેટ્ટી હાલમાં ટીવી શો ખતરો કે ખિલાડીને લઇને વ્યસ્ત છે. તે હાલમાં તેની ટીમ સાથે આર્જેન્ટિનામાં છે. પુજા હેગડે આગામી દિવસોમાં કેટલીક વધારે ફિલ્મ હાથ લાગે તેવી શક્યતા છે. નવી સ્ટારમાં પુજા વધારે આશાવાદી છે.