ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કપ્તાન અને ધાકડ બેટ્સમેન પોંટીંગ ફરીથી ટીમનો હિસ્સો બનવા જઇ રહ્યો છે. પોંટીંગને ઓસ્ટ્રેલિયા કોચિંગ સ્ટાફનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. આ નવા પદની સાથે પોંટીંગ કમેન્ટ્રી પણ કરશે. રિકી પોંટીંગ આ પહેલા પણ ભારતમાં યોજાયેલ IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સને પોતાની કોચિંગથી પ્રભાવિત કરી ચૂક્યા છે.
પોંટીંગ જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન હતા, ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ એક મજબૂત ટીમ રહી ચૂકી હતી. પોંટીંગની કપ્તાનીમાં તેમની ટીમને હરાવવુ અશક્ય જેવું જ હતું. પોંટીંગની ક્રિકેટની સમજ કોઇ ક્રિકેટ પંડિતથી ઓછી નથી. આ વાત તો ચોક્કસ છે કે, ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયથી ટીમને ખૂબ ફાયદો થવાનો છે.
સફળ કેપ્ટન હોવાની સાથે પોંટીંગ એક સારા વ્યક્તિ પણ છે. પોંટીંગે સચીન તેંડુલકરની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, સચીન વિશ્વના સૌથી મહાન બેટ્સમેન છે. આંતરરાષ્ટ્રિય જર્ની દરમિયાન પોંટીંગે ઘણા પુસ્તક લખ્યા છે. જે તેમના અનુભવોને દર્શાવે છે.
રિકી પોંટીંગ વર્લ્ડ કપ દરમિયાન ખૂબ ફોમમા આવી જતાં હતા. ઓસ્ટ્રેલિયાની ટીમને કેવી રીતે જીતાડવી તે જ તેમનું લક્ષ્ય રહેતું હતું. હવે ફરી એક વખત જ્યારે પોંટીંગને ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, ત્યારે પોંટીંગ આ નિર્ણય સાચો છે તેમ સાબિત કરી બતાવશે.