પ્રદુષણનુ વધતુ સ્તર દેશના લોકો માટે અને નિષ્ણાંતો માટે પણ ચિંતાજનક છે. પ્રદુષણને કાબુમાં કઇ રીતે કરી શકાય તે પણ હવે એક ગંભીર પ્રશ્ન છે. જેનો જવાબ કોઇને મળી રહ્યો નથી. પ્રદુષણને લઇને જ્યારે પણ કોઇ રીપોર્ટ આવે છે ત્યારે ભારતના શહેરો સૌથી વધારે યાદીમાં રહે છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દુનિયાના સૌથી વધારે પ્રદુષિત શહેરોની યાદી નિયમિત ગાળામાં જાહેર કરવામાં આવતી રહે છે. યાદીમાં ભારતીય શહેરો હમેંશા રહે છે. પ્રદુષણના વધતા જતા સ્તરને લઇને તમામ લોકો ચોંકી ગયા છે. એટલે કે પ્રદુષણ ફેલાવવાના મામલે અમે દુનિયાનુ નેતૃત્વ કરી રહ્યા છીએ જે દુ:ખ અને કમનસીબ બાબત છે. પાટનગરના પ્રદુષણને લઇને હમેંશા ચિંતા વ્યક્ત કરવામાં આવે છે.
પરંતુ હવે સમગ્ર દેશ અંગે વાત કરવી પડશે. કેટલાક મહાનગરને પ્રદુષણ મુક્ત કરવાથી કામ ચાલનાર નથી. જો કે કેટલાક શહેરોને પણ પ્રદુષણ મુક્ત કરી લેવાની બાબત પણ પડકારરૂપ છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર કહેવા લાગી છે કે પર્યાવરણ એક મોટો મુદ્દો છે. જેની અવગણના કરી શકાય તેમ નથી. જો કે નિતી નિર્માણમાં પર્યાવરણને આજે પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી નથી. પર્યાવરણ સાથે જોડાયેલા લોકોની સલાહ માત્ર ફાઇલ સુધી મર્યાદત દેખાઇ રહી છે. વિકાસના નામે મોટા ઉદ્યોગોને કોઇ પણ જગ્યાએ કઇઉ પણ કરવાની છુટ આપવામાં આવી છે.
ગયા વર્ષે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અન્ય કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા. હાલમાં જીનિવા સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સૌથી પ્રદુષિત શહેરોની યાદી જારી કરી દેવામાં આવી હતી. આ યાદીમાં કેટલાક ભારતીય શહેરો હતા. જેમાં દિલ્હી પણ સામેલ છે. બલ્યુએચઓના ડેટાબેસથી જાણી શકાય છે કે વર્ષ ૨૦૧૦થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં દિલ્હીમાં પ્રદુષણના સ્તરમાં નજીવો સુધારો થયો હતો પરંતુ વર્ષ ૨૦૧૫માં ફરી એકવાર હાલત ખરાબ થઇ હતી.સામાન્ય રીતે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલે હાલમાં દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૧૬ની તુલનામાં વર્ષ ૨૦૧૮માં વાયુ પ્રદુષણના સ્તરમાં સુધાર થયો છે. વર્ષ ૨૦૧૬ના અંતમાં વાયુ પ્રદુષણનો અંત લાવવા માટે કેટલાક પગલા લેવામાં આવ્યા હતા.
ઓક્ટોબરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન, ડિસેમ્બરમાં ટ્રક પર ચાર્જ લાગુ કરવા અને પ્રદુષણ નિયંત્રણ માટે કેટલાક પગલા લેવામાં આવ્યા હોવા છતાં પ્રદુષણના સ્તરમાં ઘટાડો થઇ રહ્યો નથી. વર્ષ ૨૦૧૦ના રિપોર્ટ મુજબ દિલ્હી સૌથી પ્રદુષિત શહેરમાં હતુ. ત્યારબાદ પાકિસ્તાનના શહેર પેશાવર અને રાવલપિંડી હતા. આ વખતે દુનિયાના ૧૦ સૌથી પ્રદુષિત શહેરોમાં ભારતના અન્ય શહેરોમાં માત્ર આગરાનો સમાવેશ કરાયો હતો. વર્ષ ૨૦૧૧માં રિપોર્ટ જારી કરવામાં આવ્યો ત્યારે સ્થિતી બદલાઇ ગઇ હતી. વર્ષ ૨૦૧૨માં સ્થિતી બદલાઇ જવાની શરૂઆત થઇ હતી. દુનિયાના ૨૦ સૌથી વધારે પ્રદુષિત શહેરોમાં એકલા ભારતના ૧૪ શહેરો હતા. વર્ષ ૨૦૧૩, અને વર્ષ ૨૦૧૪ તેમજ વર્ષ ૨૦૧૫મા પણ ભારતીય શહેરો હતા.