કરૂણાનિધિના પરિવારમાં ખેંચતાણનો દોર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચેન્નાઈઃ તમિળનાડુમાં કરૂણાનિધિના અવસાન બાદ મોટાભાઈ એમ.કે. અલાગીરી સાથે ચાલી રહેલી ઉત્તરાધિકારીની લડાઈ વચ્ચે પાર્ટીના કારોબારી અધ્યક્ષ એમકે સ્ટાલિનને મોટી સફળતા મળી હતી. પાર્ટીની ચેન્નાઈમાં થયેલી બેઠકમાં મોટાભાગના નેતાઓએ તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સ્ટાલિને કહ્યું હતું કે, પાર્ટીએ પોતાના નેતાને ગુમાવી દીધા છે, પરંતુ તેઓએ પોતાના નેતાની સાથે સાથે પોતાના પિતાને પણ ગુમાવી દીધા છે. સ્ટાલિને પોતાના વિરોધીઓને સંદેશ આપતા કહ્યું હતું કે, તેઓ પોતાના પિતાના આશીર્વાદથી પાર્ટીના કારોબારી પ્રમુખ બન્યા છે. ઉત્તરાધિકારી માટે સંઘર્ષની વાત સપાટી ઉપર આવ્યા બાદ પ્રથમ વખત સ્ટાલિને ડીએમકેના કાર્યકરો અને નેતાઓ વચ્ચે પોતાની વાત રજૂ કરી હતી.

સ્ટાલિને કહ્યું હતું કે, કરૂણાનિધિની દફનવિધિ માટે મરીના બીચ ઉપર જગ્યા આપવાની બાબત તેમના માટે આશાસ્પદ રહી છે. ડીએમકેના વકીલોને આના માટેની ક્રેડિટ મળે છે. ગઇકાલે અલાગીરીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદથી ખેંચતાણની શરૂઆત થઇ ચુકી છે. ડીએમકેના વડા એમ કરૂણાનિધીના અવસાન બાદથી જ પરિવારમાં ભાઇ ભાઇની વચ્ચે સત્તા સંઘર્ષની શરૂઆત થઇ ગઇછે.

સોમવારના દિવસે કરૂણાનિધીના સમાધિ સ્થળ પર પહોંચ્યા બાદ તેમના પુત્ર એમકે અલાગીરીએ દાવો કર્યો હતો કે પૂર્ણ અસલી ડીએમકે કેડર તેમની સાથે છે. થોડાક વર્ષ પહેલા જ અલાગીરીને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદથી તેઓ પાર્ટી પોલિટિક્સથી દુર હતા. એક વર્ષ પહેલા જ તેમના નાના ભાઇ અને કરૂઁણાનિધીના બીજા પુત્ર સ્ટાલિનને પાર્ટીના કારોબારી અધ્યક્ષ તરીકે બનાવી દેવામાં આવ્યા હતા.

Share This Article