સત્તાના નશાને ઉતારવાની બાબત સરળ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી સલાહની અસર પણ થઇ રહી નથી. ચૂંટણી રાજનીતિમાં કોઇ પણ પાર્ટી જીતાડનાર નેતાને નારાજ કરવાના ખતરા મોલ લેવામાં માનતી નથી. લોકતંત્રમાં જનતા કરતા વધારે તાકતવર કોઇ નથી તે બાબત જાણતા હોવા છતાં આ બાબતની નોંધ લેવામાં આવે છે. નવો મામલો કેન્દ્રિય રાજ્યપ્રઘાન અશ્વિની ચોબેનો રહેલો છે. ચોબેએ હાલમાં જ બિહારના બક્સર જિલ્લામનાં એક પોલીસ ચોકીના પ્રભારીને જાહેરમાં વર્ધી ઉતારી નાંખવાની ધમકી આપીને જોરદાર ફટકાર લગાવી હતી.
પોતાના કાર્યકરો દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ પોલીસ ચોકીના પ્રભારીને ધમકી આપવામાં આવી હતી. સત્તા મળ્યા બાદ તેઓ કોઇ પાર્ટીના કાર્યકર ન હોવાને લઇને કોઇ શાસક હોય તેમ ધમકી આપવામાં આવી હતી. અપમાનિત ચોકી પ્રભારી રાજીવ રંજન રાયની પ્રશંસા કરવી જાઇએ કે તેમને તાકાતની પરવાહ કર્યા વગર મંત્રીની સામે ફરિયાદ દાખલ કરી દીધી હતી. એવુ શક્ય છે કે ચોકી પ્રભારીની જ કોઇ ભુલ હોય અને પાર્ટીના કાર્યકર સાચા હોય પરંતુ પોલીસ અધિકારીને આ પ્રકારે હેરાન કરવાની બાબત યોગ્ય નથી. ભુલ હોવાની સ્થિતીમાં પણ કાયદાકીય રીતે આગળ વધવાની બાબત જ વધારે યોગ્ય છે. વર્ધીને અપમાનિત કરવાની સત્તા કોઇને પણ મળતી નથી. વર્ધીને અપમાનિત કરીને કોઇ સરકાર કાનુનનુ પાલન કઇ રીતે કરી શકે છે. ચોબે તો માત્ર દાખલા તરીકે છે. જેની લાઠી તેની જ જ ભેંસની કહેવતને સાચી સાબિત કરે તેવા નેતા દરેક રાજકીય પક્ષોમાં છે.
મધ્યપ્રદેશના સામાજિક ન્યાય મંત્રી લખન ઘનઘોરિયા તો સત્તાના નશામાં એટલા ચુર બની ગયા છે કે અતિક્રમણ હટાવવા માટેની બાબતને લઇને પણ હાઇકોર્ટના આદેશની સામે મેદાનમાં આવી ગયા હતા. સાથે સાથે કોર્ટના આદેશને ન માનવા માટેની ધમકી પણ આપી દીધી હતી. હાઇકોર્ટનુ એ કહેવુ બિલકુલ યોગ્ય છે કે કે કાનુન બનાવનાર વ્યક્તિ કાનુન તોડનાર વ્યક્તિ બની શકે નહીં. હાલમાં જ મધ્યપ્રદેશમાં બાજપના મહાસચિવ કેલાશ વિજય વર્ગીયના પુત્ર દ્વારા અતિક્રમણ કરવા માટે ગયેલા નિગમના કર્મચારીઓની ધોલાઇ કરી દીધી દીધી હતી. નિગમના કર્મચારીઓની બેટથી ધોળાઇ કરવામાં આવી હતી. આ મામલે પાર્ટીની પ્રતિષ્ઠાને ફટકા પડ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સલાહ આપવાની ફરજ પડી હતી કે જનપ્રતિનિધીઓ પોતાના વ્યવહારને યોગ્ય રાખે તે જરૂરી છે. જો કે વડાપ્રધાનની સલાહની કોઇ અસર થઇ નથી.
ચૂંટણીની રાજનીતિમાં કોઇ પણ પાર્ટી ચૂંટણી જીતનાર નેતાને નારાજ કરવાની હિમ્મત કરી શકે તેમ નથી. આ જ કારણ છે કે કેલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ સામે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. સત્તાના નશામાં દેખાવા પુરતી કાર્યવાહીની અસર થનાર પણ ન હતી. હજુ પણ કેટલીક આવી સતત ઘટનાઓ બની રહી છે. જેના કારણે કહી શકાય છે કે નેતાઓના વર્તન બિલકુલ યોગ્ય રહ્યા નથી. કોઇ પાર્ટી પોતાના આવા નેતા સામે કાર્યવાહી કરી રહી નથી. જ્યાં સુધી પાર્ટી આવા નેતાઓની સામે કાર્યવાહી કરશે નહીં ત્યાં સુધી ઘટનાઓ બનતી રહેશે.