વર્ષ ૧૯૮૪ના ત્રણ દશક બાદ વર્ષ ૨૦૧૪માં કોઇ પક્ષને પૂર્ણ બહુમતિ મળી હતી. ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતિ મેળવી લીધી હતી. આ બહુમતિ ભાજપને મળવાના બદલે દેશના લોકોએ નરેન્દ્ર મોદીને આપી હતી. કારણ એ હતુ કે જનતાને સાંસદ પસંદ ન કરીને પીએમ તરીકે સીધી રીતે મોદી ને પસંદ કરવા માટેનો પ્રયોગ સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો. અલબત્ત આ સંસદીય ચૂંટણીની ભાવનાની સામે એક પ્રકારથી પીએમને સીધી રીતે પસંદ કરવાની ચૂંટણી હતી.
આજે તેના પરિણામને જોઇ શકાય છે. દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે સાત તબક્કા પૈકી છ તબક્કામાં મતદાન પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. હજુ સુધી જે પ્રવાહ ઉપલબ્ધ છે તે પૈકી કોની તરફેણમાં પરિણામ આવશે તે અંગે વાત કરવી સરળ નથી પરંતુ ચૂંટણ માટે જાણકાર લોકો કહે છે કે આ વખતે જે પણ સરકાર બનશે તે ગઠબંધનની સરકાર બનનાર છે. આનો અર્થ એ માની શકાય છે કે લાંબા સમય બાદ કેન્દ્ર સરકારમાં ફરી એકવાર નિર્ણંાયક ભૂમિકા ક્ષેત્રીય પક્ષોની રહી શકે છે. ફરી એકવાર ક્ષેત્રીય પક્ષો ખુબ મજબુત થશે.
છેલ્લી ચૂંટણીમાં યુપીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો. જા કે આ વખતે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ભાજપના રસ્તાને રોકવા માટે એક સાથે આવી ચુક્યા છે જેના કારણે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઇ શકે છે. છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૭૩ સીટો જીતી હતી. જ્યારે આ વકે ભાજપને અડધી સીટ મળે તો પણ તેના માટે મોટી સિદ્ધી હોઇ શકે છે. આવી જ રી મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને એનસીપી તરફથી ભાજપ શિવસેનાને પડકાર દેખાય છે. એટલુ જ નહીં નહીં શિવસેનાને ભારે નુકસાન થવાના સંકેત મળી રહ્યા છે. રાજ ઠાકરે પણ ભાજપની સામે મોરચો ખોલી ચુક્યા છે. એટીએસ પ્રમુખ કરકરેની સામે ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર દ્વારા કરવામાં આવેલા નિવેદનના કારણે પણ મરાઠી માનુસ નારાજ છે. ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ તમામ સીટો લગભગ જીતી લીધી હતી. પરંતુ આ વખતે ચિત્ર અલગ છે. મોદીના વતન રાજ્ય ગુજરાતમાં કોંગ્રેસે જારદાર મહેનત કરી હતી. જેથી વિધાનસભાની ચૂટણીમાં ભાજપને ૧૫૦ના ટાર્ગેટની સામે ૯૦ સીટો મળી હતી. એ વખતે જ ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ હતુ કે ભવિષ્યમાં કોંગ્રેસ ભાજપની સામે શુન્યમાં આઉટ થનાર નથી.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હવે કોંગ્રેસની સરકાર છે. પરિણામ જે પણ રહે પરંતુ કેટલીક સીટો તો ચોક્કસપણે આંચકી લેશે. આવી જ રીતે છ મહિના પહેલા જ છત્તિસગઢમાં કોંગ્રેસની સરકાર બની છે. ત્યાં પણ ભાજપને એક તરફી વોકઓવર મળનાર નથી. કર્ણાટકમાં જેડીએસ કોંગ્રેસ ગઠબંધન છે. દિલ્હીમાં તમામ સાત સીટો પર ભારતીય જનતા પાર્ટીને સફળતા મળશે નહીં. હવે સવાલ એ થાય છે કે જો ભારતીય જનતા પાર્ટી અનેક રાજ્યોમાં ઘટશે તો વધશે ક્યા. આવા પ્રશ્નના જવાબમાં મોદી અને શાહનો દાવો છે કે બંગાળ અને ઓરિસ્સામાં પાર્ટી મોટી સંખ્યામાં સીટો જીતવા જઇ રહ્યા છીએ. પરંતુ જાણકાર લોકો કહે છે કે બંને રાજ્યોમા મમતા અને નવીન પટનાઇક કમજોર દેખાઇ રહ્યા નથી. ભાજપને બે આંકડામાં સીટો મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. જો કે એક બાબત તો નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીની મત ટકાવારી રેકોર્ડ ગતિથી વધશે.જો કે ક્ષેત્રીય દળોને વધારે નુકસાન થનાર નથી.
આનો અર્થ એ થયો કે ત્યા પહેલાથી જ રહેલા ડાબેરીઓ અને કોંગ્રેસની હાલત કફોડી બનશે. તેમના મત ભાજપને મળનાર છે. કર્ણાટકમાં સ્થિતી નબળી થયા બાદ ભાજપે તમિળનાડુ અને કેરળમાં પગ જમાવવા માટે પ્રયાસ કર્યા છે. જયલલિતાના મોત બાદ અન્નાદ્રમુકની સ્થિતી નબળી પડી છે. આના કારણે ડીએમકેને ફાયદો થઇ શકે છે. એંકદરે એમ માનવામાં આવે છે કે વર્ષ ૨૦૦૪ની જેમ ફિલગુડ સેક્ટરની જેમ બાજપ ઘટીને ૨૦૦ સીટ સુધી રહી શકે છે. સાથે સાથે કોંગ્રેસ વધીને ૧૨૦ સીટ સુધી પહોંચી શકે છે. એનડીએ અને યુપીએ સાથે મળીને પણ ૨૭૨ના આંકડા સુધી પહોંચી શકશે નહી. આ સ્થિતીને મોદી પણ જાણી ગયા છે. જેથી તેઓ નવીન પટનાઇકની ભરપુર પ્રશંસા કરી રહ્યા છે. સાથે સાથે મોદી માયાવતીને પણ સાવધાન કરી રહ્યા છે. જેથી ખુટતી સીટો માયાવતી પાસેથી મળી શકે છે. ભાજપની નજર ૨૦ સીટો જીતનાર આંધ્રના જનગ મોહન રેડ્ડી પર પણ કેન્દ્રિત થઇ ગઇ છે. પક્ષો પોત પોતાની રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે.