રાજનેતાઓના આદર્શવાદી દાવા છતાં દેશના સામાન્ય લોકોનો આજે પણ સ્પષ્ટ અભિપ્રાય એ જ છે કે રાજનેતાઓ જ પ્રજાને ગેરમાર્ગે દોરતા રહે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ રિસર્ચ એજન્સી દ્વારા હાલમાં કરવામાં આવેલા કેટલાક સર્વેમાં ઉપયોગી વિગત સપાટી પર આવી છે. આ સર્વેમાં ભાગ લેનાર ૫૬ ટકા ભારતીય લોકોએ કબુલાત કરી છે કે રાજનેતા પ્રજાને તેમની વાતમાં ફસાઇ લેવામાં અથવા તો તેમને ગેરમાર્ગે દોરવામાં સફળ થઇ જાય છે. ૪૭ ટકા લોકોએ એવો અભિપ્રાય પણ આપ્યો છે કે આ કામ તો મિડિયા દ્વારા કરવામાં આવે છે. ૪૪ ટકા લોકોએ આના માટે સોશિયલ મિડિયા પર પણ પ્રહાર કરવામાં આવ્યા છે.
આ લોકો કહે છે કે સોશિયલ મિડિયા મારફતે પણ મોટી સંખ્યામાં લોકો ગેરમાર્ગે દોરાઇ જાય છે. ૨૭ દેશોમાં ૧૯૦૦૦ લોકોને આવરી લઇને કરવામાં આવેલા સર્વેમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આમાં સામેલ કરવામાં આવેલા ભારતીય લોકો પૈકી ૭૨ ટકા લોકોએ કહ્યુ છે કે તેઓ સામાન્ય રીતે મિડિયા સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા ફેક ન્યુઝને નિહાળે છે. ૫૫ ટકા ભારતીય લોકોએ એમ પણ કહ્યુ છે કે તેઓ એક ફેક ન્યુજની જાળમાં ફસાઇ ગયા છે. એટલે કે પહેલા તેઓ જે હેવાલને યોગ્ય ગણતા હતા તે હેવાલ ખોટા છે તે અંગે હવે જાણ થઇ છે. આ સર્વેને ભારતીય જનમાનસની વાસ્તિવક બાબત તરીકે ભલે ન ગણવામાં આવે પરંતુ આના કારણે સમાજમાં ઉભરી રહેલા એક પ્રકારના નવા સંકટની તરફ ઇશારો ચોક્કસપણે કરી દીધો છે. સુચના ક્રાન્તિના સતત ફેલાવાના કારણે કેટલીક સમસ્યા પણ આવી રહી છે. સુચના ક્રાન્તિના સતત ફેલાવા અને સોશિયલ મિડયા જેવી ટેકનિક આવવાના કારણે સુચનાના અનેક સોર્સ લોકોની સામે આવી ગયા છે. લોકો પાસે વિકલ્પ વધી ગયા છે.
પહેલા સુચના એક નિર્ધાિરત પ્રકરિયામાંથી થઇને જ આવતી હતી. તેમની પાછળ મર્યાિદત લોકો હતા. જે કાયદા કાનુન સાથે ચાલતા હતા. પરંતુ ટેકનોલોજીના કારણે તમામ બાબતો હવે બદલાઇ ગઇ છે.હવે તો દરેક પ્રકાશક તરીકે છે. ટેકનોલોજીએ આ સુવિધા તમામને આપી દીધી છે. જેથી સુચનાના સોર્સ અસંખ્ય થઇ ગયા છે. સ્વાભાવિક છે કે હવે દરેક વ્યÂક્ત પોતાની વાત પોતાની રીતે રજૂ કરવાના પ્રયાસ કરે છે. તેમાં કેટલાક લોકો જવાબદાર છે. જવાબદારી હવે વધારે ધ્યાનમાં રાખવામાં આવતી નથી. જેના કારણે સામાન્ય વ્યÂક્ત દુવિધામાં પડી જાય છે. તે કોને યોગ્ય ગણે અને કોણે ન ગણે તેને લઇને સમસ્યા સર્જાઇ જાય છે. એક જ સુચના આજે કોઇ એક સમુદાય માટે સારી હોઇ શકે છે તો આ જ સુચના અન્ય સમાજ માટે પ્રતિકુળ હોઇ શકે છે. વિકસિત દેશોના નાગરિકોનો સામનો આ પ્રક્રિયાની સાથે પહેલા થયો છે જ્યારે વિકાસશીલ દેશોના લોકોનો સામનો હવે થઇ રહ્યો છે. વિકસિત દેશોના લોકો પહેલાથી જ સાવધાન થઇ ગયા છે જેથી આ લોકો આ પ્રકારના પ્રવાહમાં ઓછા ફસાય છે.
જ્યારે વિકાસશીલ દેશોના લોકો આવા પ્રવાહમાં તરત જ ફસાઇ જાય છે. વિકસિત દેશોમાં રહેતા લોકો પોતાના વિવેકથી યોગ્ય નિર્ણય કરે છે. કઇ ચીજને યોગ્ય રીતે ઉપયોગ કરીને ઉપયોગમાં લાવવામાં આવે તે અંગે નિર્ણય આ લોકો કરે છે. પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશ જ્યા શિક્ષણ અને જાગરૂકતાનુ સ્તર એક સમાન નથી ત્યાં લોકો સમાચાર અને અન્ય બાબતોને લઇને અનેક વિકલ્પ વચ્ચે દુવિધામાં ફસાઇ જાય છે. કેટલીક વખત આવા લોકો તથ્યોની તરફ ધ્યાન આપી શકતા નથી. જેથી ખોટી બાબતને યોગ્ય ગણી લે છે. જ્યાં સુધી રાજનીતિની વાત છે આમાં ભારતમાં ગળા કાપ સ્પર્ધા જાવા મળે છે. પહેલા મુદ્દા પર સીધી રીતે વાત થતી હતી પરંતુ હવે તમામ ધ્યાન દાવા અને વચન દેખાવવા પર કેન્દ્રત છે. નેતાઓ પોતાના હિતમાં કેટલીક એવી બાબતો કહી જાય છે જેમના પગ હાથ નથી હોતા. નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. થોડાક સમય માટે આ બાબત સફળતા અપાવી શકે છે પરંતુ લાંબા ગાળે આના કારણે નુકસાન થાય છે. લોકો સાવધાની રાખે તે જરૂરી છે.