વિજય રત્નાકર ગુટ્ટેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ભલે કેટલાક વાસ્તવિક રાજકીય સંદર્ભે ચર્ચામાં રહી છે. પરંતુ ચાહકોને આ ફલ્મ કોઇ ખાસ રી પ્રભાવિત કરી શકી નથી. જેવી કે અપેક્ષા હતી ફિલ્મ નિર્માતાનો ઉદેશ્ય ફિલ્મ બનાવવા કરતા વધારે રાજકીય પ્રચારને વેગ આપવા માટેનો રહ્યો છે તેમ લાગે છે. ફિલ્મ આ જ ટાઇટલ સાથેના સંજય બારૂના પુસ્તક પર આધારિત છે. પત્રકાર સંજય બારૂ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના મિડિયા સલાહકાર રહી ચુક્યા છે. ફિલ્મ દર્શાવે છે કે પએમ તરીકે મનમોહન સિંહ કેટલી હદ સુધી લાચાર હતા.
તમામ મોટા નિર્ણય સોનિયા ગાંધી અને તેમની આસપાસ રહેલી ટોળકી દ્વારા કરવામાં આવતા હતા. પુસ્તકની મુળ પ્રસ્તાવનામાં પમ આ બાબતનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જા કે ફિલ્મમાં આ બાબતને લઇને કેટલીક વધારે ચર્ચા કરવામાં આવી છે. આ પ્રસ્થાપનાનો લાભ એક ખાસ રાજકીય રીતે લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે હાલમાં સત્તામાં છે. જેથી એક શંકા એવી પણ ઉભી થાય છે કે ફિલ્મ સતાપક્ષને સંતોષ આપવાના હેતુ સાથે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મ જા સિનેમાના માપદંડથી યોગ્ય રહ હોત તો તમામ શંકા છતાં તેને પ્રશંસા મળી હોત. જા કે કમનસીબ રીતે આવુ થયુ નથી. કારણ કઇ પણ રહ્યા હોય પરંતુ આ ફિલ્મથી ભારતમાં રાજકીય સિનેમાની સંભાવના અને તકલીફને લઇને એક ચર્ચા ચોક્કસપણે છેડાઇ ગઇ છે. હાલમાં બોલિવુડમાં બાયોપિક ફિલ્મનો દોર ચાલી રહ્યો છે.
તમામ વિતેલા વર્ષોના લોકપ્રિય લોકો પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. કેટલાક ખેલાડી, ફિલ્મ સ્ટાર, મોટા કારોબારીઓ અને અપરાધીઓના જીવન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મો સુપરહિટ પણ સાબિત થઇ રહી છે. આનાથી એક બાબત તો સાબિત થઇ જાય છે કે અમારા ચાહકો હવે ખુબ જ પરિપક્વ બની ગયા છે. પોતાની વચ્ચેના કોઇ વ્યક્તિના જીવન સંઘર્ષ તેને વૃક્ષોની આસપાસ નાચતા અને પ્રેમ કરતા કલાકારો કરતા વધારે પસંદ કરે છે. આવી સ્થિતીમાં રાજનેતાની લાઇફને નજીકથી જાવામાં પણ ચાહકોને રસ પડી રહ્યો છે. જા કે ફિલ્મ પૂર્ણ રીતે નિષ્પક્ષ ભાવના સાથે તૈયાર કરવામાં આવે તો ચાહકોને પસંદ પડી શકે છે. આ ખુબ જ દુખદ બાબત છે કે રાજકીય ફિલ્મો ભારતમાં ખુબ ઓછી તૈયાર કરવામાં આવી છે. ગણતરીની કેટલીક ફિલ્મો જ ધ્યાનમાં આવે છે જે સુપરહિટ સાબિત થઇ છે. સાથે સાથે લોકોમાં પ્રશંસા પણ મેળવી ચુકી છે. જ્યારે રાજકીય ફિલ્મોની વાત કરવામાં આવે છે ત્યારે વર્ષ ૧૯૭૫માં બનેલી ગુલજારના નિર્દેશન હેઠળની આંધી ફિલ્મની ચર્ચા સૌથી પહેલા થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ ફિલ્મ ઇન્દિરા ગાંધીની બાયોપિક નહીં બલ્કે તેમના જીવનના પડછાયા સમાન છે. હકીકત એ છે કે રાજનેતાને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવા માટેની કામગીરી સરળ નથી. તેમાં કેટલાક જાખમ રહેલા છે. ભારતીય જનતંત્રમાં એટલી ઉદારતા હજુ પણ રહેલી નથી. રાજકીય ટિકાઓને સરળતાથી લેવામાં આવે તેવી સ્થિતી હજુ સર્જાઇ નથી. રાજનીતીને નજીકથી રજૂ કરી શકે તે પ્રકારની ફિલ્મોની જરૂર છે.