લોકસભા ચૂંટણી નજીક આવી ત્યારે ભારતમાં રાજનીતિ પર આધારિત ફિલ્મ ઉરી ધ સર્જિલ સ્ટ્રાઇક, ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને ઠાકરે રજૂ કરવામાં આવી હતી. હવે પીએમ નરેન્દ્ર મોદીની ભારે ચર્ચા છે. આ ફિલ્મની રજૂઆતને લઇને હોબાળો થઇ ગયો છે. કારણ કે હાલમાં ચૂંટણી આચારસંહિતા અમલી રહેલી છે. આચારસંહિતાના ભંગ તરીકે ગણાવીને કેટલાક વિરોધ પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત પણ કરી દીધી છે. ચૂંટણી પંચ અને હાઇકોર્ટ બાદ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ ફિલ્મ મુળ રીતે પાંચમી એપ્રિલના દિવસે રજૂ કરવાની યોજના હતી. જા કે આજે આ ફિલ્મ રજૂ કરી શકાઇ ન હતી. હવે આ ફિલ્મ કઇ તારીખે રજૂ કરવામાં આવનાર છે તે અંગે હાલમાં કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
પ્રમુખ વિરોદ પક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવન પર આધારિત ફિલ્મ માય નેમ ઇઝ રાગા ફિલ્મનુ ટ્રેલર ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેની પણ ચર્ચા જાવા મળી રહી છે. રૂપેશ પૌલ નિર્દેિશત આ ફિલ્મ અશ્વિની કુમાર મુખ્ય રોલમાં છે. જ્યારે ઓમંગ કુમાર દ્વારા નિર્દેિશત ફિલ્મમાં વિવેક ઓબેરોય મોદીના રોલમાં છે. આ ફિલ્મનુ નામ પીએમ નરેન્દ્ર મોદી છે. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની લાઇફ પર આધારિત ફિલ્મ ધ તાશ્કન્ત ફાઇલ્સ પણ ચાહકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પર સવાલને ઘેરી લેતી ફિલ્મ છે. નિર્દેશક વિવેક અહ્નિહોત્રીની આ પિલ્મ ૧૨મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં હજૂ સુધી રહસ્ય તરીકે રહેલા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવનાર છે.
આ ફિલ્મ ૧૨મી એપ્રિલના દિવસે દેશમાં રજૂ કરવામાં આવનાર છે. જાણકાર લોકો કહે છે કે ધ એÂક્સડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર વિશ્વમાં ૩૧ કરોડ રૂપિયાથી વધારેની આવક ઉભી કરી શકી હતી. જ્યારે બાલ ઠાકરેની લાઇફ પર બનેલી ફિલ્મ ઠાકરે ૩૧ કરોડથી વધારેની કમાણી કરી શકી હતી. હવે મોદીની વેબસીરીઝ પર રજૂ થવા જઇ રહી છે. મોદી ધ જર્ની ઓફ કોમનમેન નામથી સીરીઝ શરૂ થઇ રહી છે. ૧૦ એપિસોડની આ સિરિયલ અને વેબસીરીઝ માટ સ્ટ્રીમિંગ ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેિશત સીરિઝમાં ફેસલ ખાન, આશીશ શર્મા અને મહેશ ઠાકુરે મોદીના જીવન પર ત્રણ જુદા જુદા તબક્કાના રોલ અદા કર્યા છે. વિતેલા વર્ષોમાં ગુલઝાર દ્વારા નિર્દેિશત સુચિત્ર સેન અભિનિત ફિલ્મ આંધી વર્ષ ૧૯૭૫માં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મમાં સુચિત્રા સેને મુખ્ય ભૂમિકા અદા કરી હતી.
જો કે રજૂ રવામાં આવ્યા બાદ છ સપ્તાહ બાદ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ગુલઝારની ફિલ્મમાં એ વતે એવો આરોપ થયો હતો કે આ ફિલ્મ ઇન્દિરા ગાંધી પર આધારિત હતી. વર્ષ ૧૯૭૭માં આ ફિલ્મ ફરી રજૂ કરવામાં આવી હતી. ઇમરજન્સી ૧૯૭૫થી લઇને ૧૯૭૭ સુધી પટથા પર આધારિત ફિલ્મ ઇન્દુ સરકાર ૨૦૧૭માં બારે વિવાદમાં રહી હતી. હજુ પણ રાજકીય નેતાઓ પર ફિલ્મો તૈયાર કરવામાં આવી રહી છે. હવે પૂર્વ મુખ્યપ્રધાન જયા પર આધારિત ફિલ્મ તૈયાર કરવામાંમ આવી રહી છે. જેમાં જયાની ભૂમિકામાં કંગના નજરે પડનાર છે. જયાની બીજી બાયોપિક પણ બની રહી છે. જેનુ નામ ધ આયરન લેડી રાખવામાં આવ્યુ છે. તેલુગુ દેશ પાર્ટીના સ્થાપક એનટી રામારાવ પર પણ ફિલ્મ બની ચુકી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે હવે બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી પર પણ ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. નિર્દેશક સુભાષ કપુર ફિલ્મ બનાવી શકે છે. ફિલ્મમાં માયાવતીની ભૂમિકા વિદ્યા બાલને આપવાની હિલચાલ ચાલી રહી છે. માવી વી રાઘવની આ વર્ષે રજૂ કરવામાં આવેલી ફિલ્મ આંધ્રપ્રદેશના બે વખતના મુખ્યપ્રધાન રહેલા વાયએસ રાજશેખર રેડ્ડીની પદયાત્રા પર આધારિત હતી. જેમા સુપરસ્ટાર મમુટીની ભૂમિકા હતી.