બહુધા વનવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના માજી રાજવીઓ-નાયકો અને ભાઉબંધો પાસેથી તેઓના આધિપત્ય હેઠળની જંગલોની જમીન, જાગીર અને જંગલ વિસ્તારના ભાગરૂપે તેમના મૂળભૂત હક્કો અને વિશેષ અધિકારોના બદલામાં રાજકીય પેન્શન વાર્ષિક, કાયમી અને વારસાગત ધોરણે સને ૧૯પ૪થી આપવામાં આવે છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડાંગ જિલ્લાના માજી રાજવીઓ-નાયકો તેમજ ભાઉબંધોને ચુકવવામાં આવતા રાજકીય પેન્શન (સાલીયાણા)માં ૧ એપ્રિલ ર૦૧૭થી ૩૩ ટકા વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
આ વધારાનો લાભ ડાંગના પ રાજવીઓ ૯ નાયકો અને ૬૬૮ ભાઉબંધોને પ્રાપ્ત થશે. અત્યાર સુધીમાં વખતો વખત રાજય સરકારે આ પોલિટિકલ પેન્શનમાં વધારો કર્યો છે.