રાજકીય ફિલ્મોનો દોર દેશમાં ચાલી રહ્યો છે. હાલના સમયમાં અનેક રાજકીય ફિલ્મો બનાવવામાં આવી છે. જેમાં રત્નાકર ગુટ્ટેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મનો સમાવેશ થાય છે. ઉપરાંત નરેન્દ્ર મોદી પર ફિલ્મો પણ સામેલ છે. તેમના લાઇફ પર બનેલી ફિલ્મ ચૂંટણી આંચારસહિતા હોવાના કારણે રજૂ કરી શકાઇ નથી. આ ફિલ્મમાં મોદીના રોલમાં વિવેક ઓબેરોય છે. હાલમાં બોલિવુડમાં બાયોપિક ફિલ્મનો દોર ચાલી રહ્યો છે. તમામ વિતેલા વર્ષોના લોકપ્રિય લોકો પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. કેટલાક ખેલાડી, ફિલ્મ સ્ટાર, મોટા કારોબારીઓ અને અપરાધીઓના જીવન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મો સુપરહિટ પણ સાબિત થઇ રહી છે.
આનાથી એક બાબત તો સાબિત થઇ જાય છે કે અમારા ચાહકો હવે ખુબ જ પરિપક્વ બની ગયા છે. પોતાની વચ્ચેના કોઇ વ્યક્તિના જીવન સંઘર્ષ તેને વૃક્ષોની આસપાસ નાચતા અને પ્રેમ કરતા કલાકારો કરતા વધારે પસંદ કરે છે. આવી સ્થિતીમાં રાજનેતાની લાઇફને નજીકથી જોવામાં પણ ચાહકોને રસ પડી રહ્યો છે. જા કે ફિલ્મ પૂર્ણ રીતે નિષ્પક્ષ ભાવના સાથે તૈયાર કરવામાં આવે તો ચાહકોને પસંદ પડી શકે છે. આ ખુબ જ દુખદ બાબત છે કે રાજકીય ફિલ્મો ભારતમાં ખુબ ઓછી તૈયાર કરવામાં આવી છે. ગણતરીની કેટલીક ફિલ્મો જ ધ્યાનમાં આવે છે જે સુપરહિટ સાબિત થઇ છે. સાથે સાથે લોકોમાં પ્રશંસા પણ મેળવી ચુકી છે. જ્યારે રાજકીય ફિલ્મોની વાત કરવામાં આવે છે ત્યારે વર્ષ ૧૯૭૫માં બનેલી ગુલજારના નિર્દેશન હેઠળની આંધી ફિલ્મની ચર્ચા સૌથી પહેલા થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ ફિલ્મ ઇન્દિરા ગાંધીની બાયોપિક નહીં બલ્કે તેમના જીવનના પડછાયા સમાન છે. હકીકત એ છે કે રાજનેતાને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવા માટેની કામગીરી સરળ નથી. તેમાં કેટલાક જોખમ રહેલા છે.
ભારતીય જનતંત્રમાં એટલી ઉદારતા હજુ પણ રહેલી નથી. રાજકીય ટિકાઓને સરળતાથી લેવામાં આવે તેવી સ્થિતી હજુ સર્જાઇ નથી. રાજનીતીને નજીકથી રજૂ કરી શકે તે પ્રકારની ફિલ્મોની જરૂર છે. કેટલીક ફિલ્મો રજૂ કરવામા આવે તે પહેલા જ ચર્ચા જગાવી ચુકી છે. સાથે સાથે કેટલીક ફિલ્મો હાલમાં બની રહી છે. ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ લોકસભાની ચૂંટણી પહેલા ચર્ચામાં રહી હતી. ત્યારબાદ ચૂટણી વેળા પીએમ મોદી ફિલ્મ રજૂ કરવાની હતી. જો કે ભારે હોબાળો થયો હતો. આંચારસહિતાના મામલે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી. મામલો સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ સમક્ષ પહોંચી ગયો હતો. આખરે આ ફિલ્મની રજૂઆતને રોકી દેવામાં આવી હતી. હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને ચાહકો પહેલાથી ઉત્સુક બનેલા છે. જો કે હવે કેટલાક મહાન રાજનેતા પર વધારે ફિલ્મનુ નિર્માણ કરવામાં આવે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. રાજકીય નેતાઓ પર વિતેલા વર્ષોમાં પણ ફિલ્મ બનતી રહી છે. સ્વતંત્રતા સેનાની અને લડવૈયાઓ પર અનેક ફિલ્મો સુપરહિટ રહી ચુકી છે.જેમાં ગાંધી, ભગત સિંહનો સમાવેશ થાય છે.