અમદાવાદ : તા. 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરાયું હતું. ત્યાર પછી અમુક રિક્ષા ચાલકોએ મીટર લગાવ્યું ન હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેર ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા 28,112 રિક્ષા ચાલકો વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 1.56 કરોડનો દંડ વસૂલ કર્યો છે. પોલીસ કમિશનરદ્વારા અપીલ છે કે, તમામ રિક્ષા ચાલકો દ્વારા મીટર ફરજિયાત લગાવવામાં આવે જેથી તેઓ દંડથી બચી શકે.
આ બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું હતું કે, ‘રિક્ષાચાલક પેસેન્જરો પાસેથી પૈસા વધુ લેતા હોવાની ફરિયાદો મળી હતી. 1 જાન્યુઆરીથી હવે કોઈ રિક્ષાચાલક રિક્ષામાં મીટર લગાડેલું નહી જણાય પોલીસ ફાઈન કરશે અને બીજા ફાઈન પછી પરમીટ ભંગનો કેસ થશે અને રિક્ષા ડિટેઈન કરવામાં આવશે. એટલે આ ડિસેમ્બર મહિનામાં હું તમામ રિક્ષાચાલક-માલિકોને અપીલ કરું છું કે, મીટર લગાડો. જ્યારે દર વર્ષે ઓટો રિક્ષાનું ઇ્ર્ંમાં રિન્યુઅલ થાય છે, ત્યારે રિક્ષામાં મીટર લગાવામાં આવે છે. પરંતુ રિક્ષા ચાલકો મીટર લગાવતા નથી ને ઘરે મુકી રાખે છે.‘
મહત્વનું છે કે, ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જાેકે, આ નિયમના અમલીકરણ પહેલા રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે પહેલી તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો હતો. જાન્યુઆરીની પહેલી તારીખથી રિક્ષાચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જાેઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી છે.