સુરેન્દ્રનગર : થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં એક ખુબજ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં વઢવાણના ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં એક યુવતીને જાહેરમાં છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી તે કેસમાં આરોપીને પોલીસે ગણતરીની કલાકમાં ઝડપી પાડ્યો હતો અને તેને સાથે રાખીને સમગ્ર ઘટના નું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં કારખાનામાં કામ અર્થે જઈ રહેતી એક યુવતીને જાહેરમાં એક યુવકે 8-10 જેટલા છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. યુવતીના મૃતદેહને સરકારી ગાંધી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે મૃતક યુવતીના પરિવારજનોએ આરોપીનું સરઘસ કાઢવાની માગને લઈને વઢવાણ રાજકોટ બાયપાસ રોડ પર ચક્કાજામ કર્યો હતો અને રેલવે ટ્રેક પર ઉભા રહીને ટ્રેન પણ રોકાવી દીધી હતી, ત્યારે પોલીસે આરોપી યુવકને ઝડપી પાડીને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
આ સમગ્ર કેસમાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતક યુવતી અને આરોપી પ્રેમ સંબંધમાં હતા અને અગાઉ તેઓ ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આરોપી સાથે લગ્ન ન કરવાને લઈને મૃતક યુવતીને તે જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.