સુરત પોલીસે મોટા વરાછાના એપ્પલ હાઈટસની ક્રિયાંશ સ્પા દુકાન નંબર ૧૦૫માં કૂટણખાનું ચાલતું હોવાનું જણાઈ આવતાં રેડ કરી હતી. આ દરમિયાન ૪ લલનાઓ તથા બે ગ્રાહક અને એક સંચાલક મળી આવ્યો હતો. જેમાં આરોપીઓ રૂપાલી શશીકાંત રામકૃષ્ણ પાટીલ, વિપુલ હિંમતભાઈ વાળા તથા નિકુંજ બાબુભાઈ વેકરિયાને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે સ્પાની આડમાં કૂટણખાનાનો ભોગ બનેલી ૪ મહિલાઓને પૂછપરછ બાદ મુક્ત કરાવી હતી.
રેડમાં આરોપીઓની અંગઝડતીમાં ૧૧૪૨૦ તેમજ મોબાઈલ ૩ જેની કિમત ૧૩૫૦૦ તેમજ ૩ નંગ કોન્ડોમ અને ડાયરી મળી કુલ ૨૪૯૨૦ની મત્તાની વસ્તુઓ પકડાઈ હતી.સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એપ્પલ હાઈટ્સ નામના કોમ્પલેક્સની ક્રિયાંશ સ્પા નામની દુકાનમાં પોલીસે રેડ કરી હતી.
ક્રિયાંશ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે રેડ કરતાં પોલીસેને વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. સાથે જ ૩ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં. તથા ૪ લલનાઓ અને કોન્ડોમ પણ મળી આવ્યાં હતાં.