શ્રીનગર : જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો માટે રજા લઇને ઘરે પરત ફરવાની બાબત જીવલેણ સાબિત થઇ રહી છે. ત્રાસવાદીઓ શ્રીનગરના જુદા જુદા વિસ્તારમાંથી આવનાર જવાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. રજા પર ઘરે પરત ફરતી વેળા જવાનો સરળતાથી ટાર્ગેટ બની જાય છે. આ વર્ષે ત્રાસવાદી હુમલામાં અત્યાર સુધી ૪૦ જવાનો શહીદ થઇ ચુક્યા છે. આ સંખ્યા વર્ષ ૨૦૧૭ની તુલનામાં બે ગણી છે. સ્થિતી હવે એ થઇ ગઇ છે કે જવાનો પણ ભયના કારણે ઘરે જઇ રહ્યા નથી. રવિવારના દિવસે સબ ઇન્સ્પેક્ટર ઇમ્તિયાજ અહેમદનુ નામ ૪૦ શહીદની યાદીમાં સામેલ થઇ ગયુ હતુ.
શ્રીનગરમાં તૈનાત એક પોલીસ અધિકારીએ કહ્યુ છે કે તે ઇદ ઉદ ફિતરમાં પોતાના આવાસ પર ગયોહતો તેનુ કહેવુ છે કે ચાર સશ† ત્રાસવાદીઓ તેના આવાસ પર આવ્યા હતા અને ઘરના લોકોને કહ્યુ હતુ કે તેમને મળવા માટે કહે. સંજાગથી તે પોતાના નજીકના મિત્રને ત્યાં ગામમાં ગયો હતો. જેથી તે તરત બસ મારફતે શ્રીનગર પરત ફર્યો હતો. ત્યાંથી લઇને હજુ સુધી પોતાના ઘરે ગયો નથી. તેને પોતાના પરિવારની ખુબ ચિંતા છે. જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો સતત મુશ્કેલ સ્થિતીમાં ફરજ બજાવી રહ્યા છે.
જો કે તેમના સાથી પર કરવામાં આવી રહેલા હુમલા તેમના આત્મવિશ્વાસને તોડનાર સમાન છે. તેમની વચ્ચે ભયનો માહોલ છે. પોલીસ જવાનો ઘરે જવા માટે તૈયાર નથી. દક્ષિણ કાશ્મીરના જિલ્લા અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયનમાં રહેનાર પોલીસ જવાનો પર ત્રાસવાદીઓ સૌથી વધારે હુમલા કરી રહ્યા છે. આવી સ્થિતીમાં તેમના પરિવારના સભ્યો પર હુમલાનો ખતરો વધી ગયો છે.કાશ્મીરમાં હાલમાં હાલત કફોડી બનેલી છે.