અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં પોલીસે બે સગીરોની સંડોવણીનો આઘાતજનક ખુલાસો કર્યો

Rudra
By Rudra 4 Min Read

અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા બાદ વાલીઓમાં રોષ વધી રહ્યો છે. ત્યારે ખોખરા પોલીસે ૫૦૦થી વધુના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટોળાએ શાળામાં ૧૫ લાખનું નુકસાન કર્યું હોવાનું સંચાલકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ઓફિસ, ક્લાસ રુમ, સ્કૂલ બસમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવાનો આરોપ કરવામાં આવ્યો છે. ટોળાએ સ્કૂલના સ્ટાફ સાથે પણ મારામારી કરી હતી. પોલીસની હાજરીમાં જ ટોળાએ શાળામાં બબાલ કરી હતી. ટોળા વિરુદ્ધ રાયોટિંગ, મારામારી, નુકસાનની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કેસમાં પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હત્યા કોઈ આર્થિક કે વ્યવસાયિક અદાવતને કારણે નહીં, પરંતુ માત્ર એક સામાન્ય ઝઘડાને કારણે થઈ હતી. ૧૩ ઓગસ્ટના રોજ મૃતક વિદ્યાર્થીનો તેના પિતરાઈ ભાઈ સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતમાં સગીર આરોપીએ કટર કીટ વડે વિદ્યાર્થીની હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં પ્રિન્સિપાલ અને શિક્ષકો સહિત ૧૫ લોકોના નિવેદન લીધા છે.

ધોરણ ૧૦ માં ભણતા વિદ્યાર્થીની હત્યા કરનાર સગીર શાહઆલમ વિસ્તારનો રહેવાસી છે અને તેના પિતા મૂળ રાજસ્થાનના છે, જે જમાલપુર વિસ્તારમાં પતંગનો વ્યવસાય કરે છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી સગીરના પિતા પણ અગાઉ ચોરીના કેસમાં પકડાયા હતા. આ ઘટનામાં મદદ કરનાર અન્ય સગીરના પિતાનું અવસાન થયું છે. ક્રાઈમ બ્રાન્ચે બંને સગીરોની પૂછપરછ હાથ ધરી છે. આ સગીરોને ગુરુવારના રોજ જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવશે. આ ખુલાસાએ સમાજમાં બાળકોના ગુનાહિત માનસિકતા તરફના વલણ અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે.

આરોપી કિશોર સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. હત્યાના કિસ્સામાં આરોપી કિશોરના માતા-પિતા સામે કાર્યવાહી ન થઈ શકે. વિશેષ કિસ્સામાં હત્યા પાછળનો ઈરાદો પણ જુવેનાઈલ કોર્ટ તપાસી શકે છે. તેમજ તપાસ પૂર્ણ થયા બાદ કિશોરને બાળ સુધાર ગૃહ કે વિકાસ ગૃહમાં મોકલી શકાય છે.

સેવન્થ ડે સ્કૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરાશે. તેમજ ડ્ઢઈર્ંએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા સૂચના આપી છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ આપવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે તમામ શાળાઓમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગુરુવારે સવારે મોટી સંખ્યામાં વાલીઓની સાથે દ્ગજીેંૈંના કાર્યકરો, કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભેગા થઈને ઉગ્ર દેખાવ કર્યો છે. શાળા સામે કડક પગલાં લેવા દ્ગજીેંૈંએ માગ કરવામાં આવી છે. શાળાની બેદરકારીના લીધે વિદ્યાર્થીનું મોત નિપજ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વારંવાર ફરિયાદ છતાં શાળાએ પગલાં ન લીધા હોવાનું દ્ગજીેંૈંએ જણાવ્યું છે. વિરોધ પ્રદર્શન સમયે દ્ગજીેંૈં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. જાે કે દ્ગજીેંૈંના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

ગુરુવારે સાંજે ૫ વાગ્યે મણિનગર રેલ્વે સ્ટેશનથી ઘટનાના વિરોધમાં રેલીનું આયોજન થયું. આ રેલી જયહિંદ ચાર રસ્તા, જવાહર ચોક અને કૃષ્ણબાગ ચાર રસ્તા થઈને મણિનગર ચાર રસ્તા પરથી પસાર થઈ મણિનગર રેલ્વે સ્ટેશન પર સમાપ્ત થઈ. “જસ્ટિસ ફોર નયન સંતાણી”ના બેનર સાથે લોકો ન્યાયની માંગણી કરી રહ્યા હતા. મહિલાઓ પણ રેલીમાં જાેડાઈ હતી અને “સેવન્થ ડે સ્કૂલ બંધ કરો” તથા “વી વોન્ટ જસ્ટિસ” જેવા નારા લગાવવામાં આવ્યા. રેલી દરમિયાન આરોપીને ફાંસીની સજા આપવાની માગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર થયા.

આઇ ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈના જણાવ્યા અનુસાર, સ્કૂલ બહાર વિરોધ કરી રહેલા અનેક લોકોને અટકાયત કરવામાં આવી છે. તોડફોડની ઘટનામાં ૫૦૦ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જાેકે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.

Share This Article