નવીદિલ્હી : સરકારના દાવા અને વારંવાર વીઆઈપી કલ્ચરને ખતમ કરવાની થઇ રહેલી વાતો વચ્ચે કેટલીક નવી ચોંકાવનારી બાબત સપાટી ઉપર આવી છે જેનાથી જાણળા મળે છે કે, વીઆઈપી કલ્ચર હજુ પણ કાયમ છે. આનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે, દેશના ૨૦૦૦૦ વીઆઈપીની સુરક્ષામાં આશરે ૩ પોલીસ કર્મી છે જ્યારે ૬૬૩ સામાન્ય લોકો ઉપરમાત્ર એક પોલીસ કર્મી છે. આંકડા મુજબ ૨૦૦૦૦ વીઆઈપીની સુરક્ષા માટે સરેરાશ ત્રણ પોલીસ કર્મીઓ છે. આની બિલકુલ વિરુદ્ધમાં સામાન્ય લોકોની સુરક્ષા માટે પોલીસ કર્મીઓખુબ ઓછા છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગૃહમંત્રાલય તરફથી આઆંકડા તૈયાર કર્યા છે. આ આંકડા મુજબ હાલના સમયમાં દેશના ૧૯.૨૬ લાખ પોલીસ કર્મી છેજે પૈકી ૫૬૯૪૪ પોલીસ કર્મી ૨૦૮૨૮ લોકોની સુરક્ષામાં ગોઠવાયેલા છે.
બ્યુરોઓફ રિસર્ચના આંકડા મુજબ ભારતના ૨૯ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીઆઈપી લોકો માટે તૈનાત પોલીસ જવાનોની સંખ્યા સરેરાશ ૨.૭૩ છે. લક્ષ્યદ્વીપ દેશમાં એકમાત્રએવા પ્રદેશ તરીકે છે જ્યાં કોઇપણ વીઆઈપીની સુરક્ષામાં પોલીસ કર્મી તૈનાત નથી.સમાન્ય લોકો માટે ભારત આજે પણ સૌથી ઓછા પોલીસ જવાન ધરાવનાર દેશ પૈકી છે. ભારતમાં૬૬૩ લોકો ઉપર એક પોલીસ કર્મી છે. જાનમાલના ખતરાથી વધારે પોતાની સાથે એક પોલીસ જવાનને સુરક્ષા માટે રાખવાની બાબત સરકાર માટે શરમજનક હોઈ શકે છે.
કેન્દ્રસરકાર તરફથી આ પ્રવૃત્તિને ખતમ કરવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. લાલબત્તી પરપ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેમ છતાં રાજ્ય સરકારે કોઇ વ્યક્તિને પોલીસ સુરક્ષા આપવાને લઇને નિયમ બનાવી લેશે. જે લોકોને પોલીસ સુરક્ષા મળી રહી છે તે પૈકીમોટાભાગના લોકો તેમની સામે ખતરો હોવાની વાત કરી રહ્યા છે. આંકડા મુજબ વીઆઈપી સંસ્કૃતિપૂર્વ અને ઉત્તરભારતમાં સૌથી વધારે છે. બિહારમાં સામાન્ય જનતા માટે પોલીસ કર્મીઓની નિમણૂંકનોઆંકડો સૌથી નિરાશાજનક છે. બિહારમાં ૩૨૦૦ વીઆઈપીની સુરક્ષામાં ૬૨૪૮ પોલીસ કર્મીઓતૈનાત છે. પશ્ચિમ બંગાળ પણ આ મામલામાં પાછળ નથી. બંગાળમાં ૨૨૦૭ વીઆઈપી છે તેમનીસુરક્ષા માટે ૪૨૩૩ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
બંગાળમાં વીઆઈપીસુરક્ષા માટે નિયમો હેઠળ માત્ર ૫૦૧ પોલીસ કર્મી જ ગોઠવવાની જાગવાઈ કરવામાં આવી ચુકી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, ભારતમાંપાચ લાખ પોલીસ કર્મીઓનો અભાવ છે. મંજુરકરવામાં આવેલા પોલીસ સંખ્યાબળનો આંકડો ૨૪.૬૪ લાખ છે જ્યારે વાસ્તવિક પોલીસ સંખ્યાબળ હાલમાં ૧૯.૨૬ લાખ છે. પ્રતિલાખ વસતીમાં પોલીસ જવાનની સંખ્યા ૧૯૨ જેટલીછે. નાગરિકોની સુરક્ષા માટે ૨૧ ટકા જવાનોની અછત રહેલી છે.