અમદાવાદ : પ્રાંતિજ પોલીસ મથકના પ્રોહીબીશનના એક ગુનામાં એક આરોપીને પોલીસે ચાર્જશીટમાં ભાગેડુ તરીકે દર્શાવ્યો અને જયારે આ આરોપીએ સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી કે, તરત જ પ્રાંતિજ પોલીસે અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં રહેલા આ આરોપીની પત્ર મારફતે ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી માંગી હતી.
જા કે, ક્રાઇમબ્રાંચ પાસેથી હજુ કસ્ટડી પ્રાંતિજ પોલીસને સોંપાઇ નહી હોવા સહિતના મહત્વના ગ્રાઉન્ડને ધ્યાનમાં લઇ હિંમતનગર કોર્ટના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ કે.બી.ગુજરાથીએ આરોપી રાજગન્ડી ઉર્ફે રાજુ રૂપચંદ ક્રિશ્નાનીને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. એક ગુનામાં આરોપી ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં હોય ત્યારે બીજી પોલીસે આરોપીનો તપાસ માટે કબ્જા માંગ્યો હોય પરંતુ જા કસ્ટડી સોંપાઇ ના હોય ત્યાં સુધી આરોપીના આગોતરા જામીન મંજૂર થઇ શકે તેવો લો પોઇન્ટ આરોપીના એડવોકેટ પ્રતિક નાયક દ્વારા ઉઠાવાયો હતો, જેને ધ્યાને લઇ કોર્ટે આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. ટેકનીકલ ગ્રાઉન્ડ પર આગોતરા જામીન અરજીની રસપ્રદ સુનાવણી થઇ હતી અને આવો આ સંભવતઃ સૌપ્રથમ કેસ મનાય છે. આ કેસની વિગત એવી છે કે, પ્રાંતિજ પોલીસમથકમાં નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જયારે આરોપી રાજગન્ડી ઉર્ફે રાજુ રૂપચંદ ક્રિશ્નાનીને પ્રાંતિજ પોલીસે ચાર્જશીટમાં ભાગેડુ-નાસતો ફરતો દર્શાવ્યો હતો.
જા કે, આરોપી રાજગન્ડી ઉર્ફે રાજુ ક્રિશ્નાનીએ હિંમતનગર કોર્ટમાં તા.૨૨-૧૦-૨૦૧૮ના રોજ એડવોકેટ પ્રતિક નાયક મારફતે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. આ સુનાવણી હાથ ધરાઇ તે દરમ્યાન પ્રાંતિજ પોલીસે અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચને એક પત્ર પાઠવી આરોપીની કસ્ટડીની માંગણી કરી હતી. જે અંગે આરોપીના એડવોકેટ પ્રતિક નાયક તરફથી કોર્ટનું ખાસ ધ્યાન દોરાયું હતું કે, આરોપી ઓલરેડી તા.૨૦-૧૦-૨૦૧૮થી અન્ય એક ગુનામાં અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં છે અને પ્રાંતિજ પોલીસના પત્ર છતાં હજુ સુધી આરોપીની ક્સ્ટડી પ્રાંતિજ પોલીસને સોંપાઇ નથી. વળી, અરજદારે આગોતરા જામીન અરજી રજૂ કરી પછી જ કેમ પ્રાંતિજ પોલીસ હરકતમાં આવી ? વળી, પોલીસે તો આરોપીને ચાર્જશીટમાં નાસતો ફરતો દર્શાવ્યો છે પરંતુ આરોપી તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની અન્ય ગુનાના તપાસના કામે કસ્ટડીમાં છે. એટલું જ નહી, એફઆઇઆરમાં તો, અરજદાર આરોપીનું નામ જ નથી, એ તો સહઆરોપીના નિવેદનમાં ખુલેલી હકીકતના આધારે પોલીસે તેને ભાગેડુ દર્શાવ્યો છે. આમ સમગ્ર કેસની હકીકતો જાતાં પોલીસનું વલણ તટસ્થ, યોગ્ય અને વાજબી નથી તે સ્પષ્ટ થાય છે. આ સંજાગોમાં કોર્ટે આરોપીના આગોતરા જામીન મંજૂર કરવા જાઇએ.