ડાંગ : ડાંગ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગામમાં તાંત્રિક વિધિના કારણે એક મહિલાએ આત્મહત્યા કરી હતી તેના સંબંધીત કિસ્સામાં પોલીસ તપાસ દરમિયાન 6 લોકોની ધરપકડ કરી છે. આ ગામના કેટલાક તાંત્રિક વિધિ કરનારા લોકોએ 3 મહિલાઓને ડાકણ કહી બદનામ કરી હતી અને તેમની પર તાંત્રિક વિધિ કરી હતી. આ વિધિથી ત્રાસી ગયેલી એક મહિલાએ આત્મહત્યા કરી લેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડાંગના જામન્યા માળ ગામે તાંત્રિકવિધિ કરનારાઓએ ગામની 3 મહિલાઓને ડાકણ કહી બદનામ કરી હતી. તાંત્રિકવિધિ 3 જેટલી મહિલાઓ પર કરવામાં આવી હતી. 3 પૈકી એક મહિલાને માઠું લાગતા આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે મહિલાના પુત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 6 લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. પોલીસે તમામ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને લોકોમાં ભયનો માહોલ છે.