રામ મંદિર નિર્માણને ઝડપી બનાવવા પર PMOએ સમીક્ષા બેઠક બોલાવી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મંગળવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, આ દરમિયાન અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્‌સ પર વાતચીત થશે. બેઠક દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ પ્રેઝન્ટેશન આપશે. મંગળવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દિલ્હીમાં હશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મીટિંગમાં પણ સામેલ થઈ શકે છે. સીએમ યોગી મંગળવારે સાંજે ૬ વાગે પીએમ મોદીને મળવાના છે. માનવામાં આવે છે કે પીએમઓ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં રામ મંદિરના નિર્માણને ઝડપી બનાવવા પર ભાર મુકવામાં આવી શકે છે. આ સાથે અત્યાર સુધીના બાંધકામની કામગીરીનો વિગતવાર અહેવાલ માંગી શકાય છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ સરકારે દેશભરના પ્રખ્યાત મંદિરોના ઇતિહાસને દર્શાવવા માટે અયોધ્યામાં એક સંગ્રહાલય બનાવવાની યોજના પર કામ શરૂ કર્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે સરકાર આ પ્રોજેક્ટ માટે વિગતવાર બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી છે.

અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું કે આ મંદિર ૧૦ એકરથી વધુ જમીન પર બનાવવાની યોજના છે. આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ માટે હજુ જમીન પસંદ કરવામાં આવી નથી. એક માહિતી મુજબ, મ્યુઝિયમમાં મંદિરના વિવિધ પાસાઓ જેમ કે તેની ડિઝાઇન, બાંધકામ વગેરે દર્શાવતી વિવિધ ગેલેરી હશે. તેમણે કહ્યું કે સૂચિત મ્યુઝિયમની ગેલેરીઓમાં દેશના પ્રખ્યાત મંદિરોની વિશેષતા અને સ્થાપત્યને ચિત્રો અને ભીંતચિત્રો દ્વારા રજૂ કરવામાં આવશે. તેમાં ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’નું પણ આયોજન કરવામાં આવશે.

અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે કહ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશ પર ઉત્તર પ્રદેશના પ્રવાસન વિભાગે મ્યુઝિયમનો વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. કુમારે કહ્યું, ‘આ મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદુ ધર્મ અને તેની વિરાસત વિશે જાગૃતિ લાવવાનો છે, ફિલસૂફી, ધાર્મિક વ્યક્તિત્વો, ધાર્મિક કેન્દ્રો, હિંદુ તીર્થસ્થાનો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવશે.’ બીજી તરફ રામની નગરી અયોધ્યામાં નિર્માણાધીન રસ્તાઓ પર ભક્તોને મુસાફરીની સુવિધા આપવા માટેયોગી સરકારટૂંક સમયમાં જ ઈ-બસ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ રસ્તાઓના નિર્માણ પહેલા અયોધ્યા ધામમાં ઈ-બસ સેવા શરૂ કરવામાં આવશે. સરકારે અયોધ્યા સહિત રાજ્યના વિવિધ તીર્થસ્થળો માટે યોજના બનાવી છે. આ સિસ્ટમના સંચાલન માટે ઈલેક્ટ્રિક બસ ખરીદવાની પ્રક્રિયા સરકારી સ્તરે જ કરવાની રહેશે. ADA ના VC અને મ્યુનિસિપલ કમિશનર વિશાલ સિંહે અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી આ યોજના અંગે વધુ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે સરકાર કક્ષાએથી ૨૫ ઈલેક્ટ્રિક બસોના કાફલાને મંજૂરી આપવામાં આવી છે.

Share This Article