પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને હીરાબજાર ના પ્રતિષ્ઠિત વ્યપારી નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રૂપ ઓફ કંપનીના માલિક મેહુલ ચોકસી ઉપર ઇન્વેસ્ટિગેશન માટે પ્રતિક્રિયા હાથ ધરવા માં આવી હતી જેમાં તેઓ દેશની બહાર ના જાય અને એક બીજો વિજય માલીયા જેવો ઘટનાક્રમ ના બને તે માટે તેઓના પાસપોર્ટ ચાર અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સીબીઆઈ દ્વારા શુક્રવારના રોજ ગીતાંજલિ ગ્રુપના 20 ઠેકાણાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ બેઉ ની પ્રોપર્ટી નું મૂલ્યાંકન તપાસવામાં આવ્યું હતું, તપાસ એજન્સીએ નીરવ મોદી ના ઘર અને ઓફિસ ના વિવિધ ઠેકાણાઓ પરથી રૂપિયા 5,100 કરોડ મૂલ્ય ના હીરા-ઝવેરાત, રોકડ અને સોનું જપ્ત કર્યું હતું, આ ઉપરાંત તેઓની લગભગ છ જેટલી પોપર્ટીઓને પણ સીલ કરી તેના વેલ્યુએશનનું કામ શરૂ કર્યું હતું.
તે ઉપરાંત ઇન્ટરપોલ દ્વારા નીરવ મોદી, તેમની પત્ની અમી, તેમના ભાઈ નિશાલ અને મેહુલ ચોકસી વિરુદ્ધ સાર્વજનિક નોટિસ જાહેર કરવા માં આવી હતી.
આ તાપસ દરમિયાન ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટા સ્તરે થયેલ સ્કેમનો પર્દાફાશ થયો હતો. આ કૌભાંડ અંદાજિત 177.17 કરોડ ડોલર એટલે કે 11,356 કરોડ રૂપિયા ના મૂલ્ય નું છે. આ તાપસ માં પગલાં રૂપે બેન્કના વધુ 8 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ ના તબબક્ક માં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને કૌભાંડ માં હજુ બીજા ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી છે.