સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. સંસદનું ઉપલું સદન એટલે કે રાજ્યસભાનું આ 250મુ સત્ર છે. આ અવસર પર પીએમ મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ પોતાનું ભાષણ શરૂ કરતા કહ્યું કે 250મા સત્રનો સમય એક વિચાર યાત્રા રહી. ઉચ્ચ સદને બદલેલી પરિસ્થિતિઓને આત્મસાત કરતાં ખુદને ઢાળવાનો પ્રયાસ કર્યો.
ભારતની વિકાસ યાત્રામાં નિચલાં સદનથી જમીન સાથે જોડાયેલ ચીજોનું પ્રતિબિંદ ઝળકે છે, તો ઉચ્ચ સદનથી દૂર દ્રષ્ટિનો અનુભવ થાય છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે લોકસભામાં કમજોર વિપક્ષ હોવા પર રાજ્યસભામાં નિરંકુશતા આવવા ન દીધી. મોદીએ પોતાના ભાષણ દરમિયાન બીજેડી અને એનસીપી સાંસદોનાં વખાણ પણ કર્યાં.