પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ,
સંસદસભ્યો તેમજ ધારાસભ્યો સાથે ઓડિયો બ્રીજના માધ્યમથી સંવાદ
ખબરપત્રીઃ પ્રધાનમંત્રી નેરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત ભાજપા બક્ષીપંચ મોરચાના જીલ્લા, મંડલ શક્તિકેન્દ્ર સ્તર સુધીના પ્રભારીઓ તેમજ કાર્યકર્તાઓ તથા બક્ષીપંચ સમાજના ભાજપાના સંસદસભ્યો તેમજ ધારાસભ્યો સાથે ઓડિયો બ્રીજના માધ્યમથી સંવાદ કર્યો હતો.
આ સંવાદની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ બક્ષીપંચ સમાજના સૌ કાર્યકર્તાઓનો આભાર માનતા જણાવ્યું હતુ કે, આજે સાંજે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાનો છે. તમે બધાએ જે અભૂતપૂર્વ મહેમત કરી છે. ઘરે-ઘરે જઇને જે રીતે ભાજપાના પક્ષમાં લોકોને જોડાવા માટે અથાગ પુરુષાર્થ કર્યો છે તેના ફળરૂપે ગુજરાતમાં ફરીથી કમળ ખીલી ઉઠશે તેને મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ સાથે તેમણે ભાજપા સંગઠનમાં બક્ષીપંચ મોરચાના વિશેષ હત્વ વિશે ઉલ્લેખ કર્યો હતો. બક્ષીપંચ મોરચાની સંગઠન પાછળનો હેતુ પણ “સબકા સાથ, સબકા વિકાસ” જ છે.