રાંચી : આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં પ્રબાત તારા ગ્રાઉન્ડ ખાતે ૩૦ હજાર લોકોની સાથે યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મોદીએ યોગના મહત્વના સંબંધમાં વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે આ સમય યોગને ગ્રામ્ય વિસ્તાર સુધી લઇ જવાનો રહ્યો છે. રાંચીમાં કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યુ હતુ કે હવે અમને આધુનિક યોગની યાત્રાને શહેરોથી ગ્રામ્ય વિસ્તારોમાં લઇ જવાનો સમય છે. ગરીબો અને આદિવાસીઓના ઘર સુધી યોગ પહોંચે તે જરૂરી છે. તેમણે ઉમેર્યુ હતુ કે યોગને ગરીબ અને આદિવાસીના જીવનના હિસ્સા તરીકે યોગને બનાવવાનો સમય છે.
કારણ કે કોઇ પણ બિમારીમાં ગરીબ વધારે પરેશાન રહે છે. મોદીએ કહ્યુ હતુ કે આજે દુનિયાના તમામ હિસ્સામાં કરોડો લોકો યોગ કાર્યક્રમ કરી રહ્યા છે. યોગને પ્રમોટ કરવા બદલ મોદીએ મિડિયાનો આભાર માન્યો હતો. યોગને કોઇ ધર્મ, જાતિ, વર્ગ અને અન્ય બાબતની સાથે કોઇ લેવા દેવા નથી. યોગ દુનિયાને સારી રીતે જોડે છે. યોગ સાધના શરૂ કરતા પહેલા મોદીએ સંબોધન કરીને યોગના મહત્વ અને તેના ફાયદા અંગે વાત કરી હતી. સાથે સાથે વધુને વધુ લોકોને યોગ સાધનામાં સામેલ થવા અપીલ પણ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, સ્વસ્થ મન બાદ જીવવાની કલા યોગથી જ શીખવા મળે છે. યોગ સતત દુનિયાને જોડવા માટે કામ કરે છે. પાંચ વર્ષના ગાળામાં જ યોગ શિખવનાર લોકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. આ તમામ લોકો યોગના જુદા જુદા કાર્યક્રમમાં સુધારા કરી રહ્યા છે. વધુને વધુ લોકો યોગને જીવનના હિસ્સા તરીકે બનાવવા મોદીએ અપીલ કરી હતી. યોગના કારણે દુનિયાના તમામ દેશો ભારત સાથે જાડાઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ખુબ મોટી સંખ્યામાં યોગ ફીચર્સની માંગ વધી છે.
વિશ્વમાં યુવાઓ માટે એક નવા જાબ માર્કેટની રચના થઇ છે. વરસાદગ્રસ્ત માહોલ હોવા છતાં તમામ લોકો મેદાનમાં રહ્યા હતા. જેના કારણે વડાપ્રધાન ખુબ પ્રભાવિત થયા હતા. મોદીએ યોગને પણ દરરોજના જીવના એક હિંસ્સા તરીકે બનાવી લેવા મોદીએ અપીલ કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે લોકો તેમને યોગ અંગે પુછે છે ત્યારે તેઓ સરળ ભાષામાં એ બાબત સમજી દેવાના પ્રયાસ કરે છે જે જે રીતે ભોજનમાં મીઠુ ઉપયોગી હોય છે તે જ રીતે યોગ પણ જીવનમાં ઉપયોગી છે. જે રીતે મીઠુ ન હોય તો ભોજનની મજા આવતી નથી તે જ રીતે યોગ પણ છે. આને લાઇફના એક હિસ્સા તરીકે અપનાવવા માટે મોદીએ તમામ લોકોને અપીલ કરી હતી. શરીર, આત્માને જોડવાનુ કામ યોગે કર્યુ છે.
વડાપ્રધાન મોદીએ રાંચીમાં ઉપસ્થિત લોકોને કહ્યુ હતુ કે આજે નાની નાની વયમાં હાર્ટ સંબંધિત તકલીફ લોકોને થઇ રહી છે. જો શરીર સ્વસ્થ હશે તો જ મોટી સિદ્ધી હાંસલ કરી શકાશે. જા શરીર કમજાર રહેશે તો કોઇ કામ થઇ શકેશે નહીં. મોદીએ તમામ લોકોને સ્વસ્થ રહેવા માટે યોગને અપનાવવા માટે સીધી રીતે અપીલ કરી હતી.