ગાંધીનગરવાસીઓની આતુરતાનો અંત, પીએમ મોદી લીલી ઝંડી આપી કરાવશે મેટ્રોનો પ્રારંભ

Rudra
By Rudra 1 Min Read

ગાંધીનગર : લોકસભા ચુંટણી જીતીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા પીએમ નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મેટ્રો સેવાનો પ્રારંભ કરવાના છે. ત્યારે સેક્ટર 1ના સ્ટેશનેથી ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ તેઓ મેટ્રો ટ્રેનમાં બેસી ગિફ્ટ સિટી સુધી સફર કરશે. હાલ તેમના આગમનને પગલે ગાંધીનગર મ્યુનીસીપલ કોર્પોરેશન સહિત તમામ તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.

ગાંધીનગર વાસીઓ છેલ્લા ઘણા વર્ષોથી જેની રાહ જોઈને બેઠા હતા તે મેટ્રો સેવા હવે આગામી દિવસમાં શરૂ થવાની છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં મેટ્રો સેવાનો પ્રારંભ કરવાના છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે તેઓ 15 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર આવી જશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરી 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિર ખાતે યોજનારી ગ્લોબલ એનર્જી ઇવેન્ટમાં હાજરી આપશે અને ત્યારબાદ બપોરે 1.30 કલાકે ગાંધીનગરના ચ-માર્ગ ઉપર આવેલા સેક્ટર 1ના મેટ્રો સ્ટેશન ખાતે પહોંચશે.

Share This Article