૨૦૦૦ની નવી નોટ લાવવાના પક્ષમાં નહોતા પીએમ મોદી : પૂર્વ મુખ્ય સચિવ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૦૦ રૂપિયાની નોટ લાવવાના પક્ષમાં નહોતા. પણ તે પોતાની ટીમની સલાહ સાથે ગયા. આવું કહેવું છે કે પીએમ મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રનું. તેમણે વર્ષ ૨૦૧૬માં નોટબંધીની દેખરેખ કરી હતી. ૨૦૦૦ રૂપિયાની આ નોટને પાછી ખેંચવા માટે ભારતીય રિઝર્વ બેન્કની નોટિફિકેશનના એક દિવસ બાદ તેમણે સમાચાર એજન્સી સાથે વાતચીતમાં આ સ્પષ્ટ કર્યું છે કે, આ નોટને પાછી લેવાનો ર્નિણય નોટબંધી તરીકે જોવો જોઈએ નહીં. નૃપેન્દ્ર મિશ્રએ સમાચાર એજન્સીને કહ્યું કે, આ નોટબંધી નથી, આ ૨૦૦૦ રૂપિયાની નોટને પાછી ખેંચવાની છે. નોટબંધીની સમયે સલાહ આપવામાં આવી હતી કે, ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાં લાવવામાં આવે, જે પ્રધાનમંત્રીને ગમ્યું નહોતું. જો કે, એક કપ્તાનના નાતે પોતાની ટીમની સલાહ પર તેમણે આ નોટને પરવાનગી આપી દીધી. જો કે, ત્યારે તે એકદમ સ્પષ્ટ હતા અને અમે પણ હતા કે આ એક અલ્પકાલિન વ્યવ્સથા હશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ૨૦૦૦ રૂપિયાની નોટનો ઉપયોગ નથી કરતા, તેઓ ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નાની નોટનો ઉપયોગ કરે છે અને પ્રધાનમંત્રી સ્પષ્ટ હતા કે, તેઓ નથી ઈચ્છતા કે, તેનાથી ગરીબ પ્રભાવિત થાય. શુક્રવાર મોડી સાંજે થયેલી ઘોષણામાં આરબીઆઈએ આ નોટોને પાછી ખેંચવાની ઘોષણા કરી. આરબીઆઈએ તેને ક્લીન નોટ નીતિનો એક ભાગ ગણાવ્યો, જેનો અર્થ થાય છેકે, ઉચ્ચ કિંમતવાળી નોટની શેલ્ફ લાઈફ ચાર પાંચ વર્ષ સુધી ઓછી થઈ જાય છે. એટલા માટે આ નોટોને તબક્કાવાર રીતે સમાપ્ત કરી દેવામાં આવશે.

Share This Article