નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આફ્રિકાની યાત્રા આજે શરૂ થઇ હતી. આની સાથે જ મોદી ચાર વર્ષના ગાળામાં જ સમગ્ર દુનિયા ફરી ચુક્યા છે. દુનિયાના નેતાઓ સાથે તેઓ વાતચીત કરી ચુક્યા છે. મોદીના છેલ્લા ચાર વર્ષના ગાળામાં જ વિદેશ પ્રવાસ પર કુલ ૧૪૮૪ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે.
મોદી આજે આફ્રિકી દેશો રવાન્ડા અને યુગાન્ડાના પ્રવાસે રવાના થયા હતા. આની સાથે જ તેમની ૫૪ દેશોની યાદીમાં બીજા બે દેશો ઉમેરાઇ જશે. જા એમ કહેવામાં આવે કે મોદીએ ચાર વર્ષમાં સમગ્ર દુનિયામાં પ્રવાસ કર્યો છે તો તે અયોગ્ય રહેશે નહી. છેલ્લા ચાર વર્ષના ગાળામાં જ મોદીએ દુનિયાના મોટા ભાગના દેશોની યાત્રા કરી લીધી છે. તે પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના વિદેશ પ્રવાસ પર નવ વર્ષના શાસનકાળમાં ૬૪૨ કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી હતી.
મોદીએ હજુ સુધી પોતાની અવધિમાં એક પછી એક સિદ્ધી મેળવી છે. તેમની સફળતાનો અંદાજ મેળવી શકાય છે કે દુનિયાના દેશોમાં તેમની લોકપ્રિયતા વધી છે. ભારતીય લોકોની બોલબાલા પણ વધી છે.મોદી જુ સુધી પોતાના ગાળાના કુલ ૧૭૧ દિવસ વિદેશ પ્રવાસ પર રહ્યા છે. આ રીતે જોવામાં આવે તો વડાપ્રધાન તરીકે તેમનો ૧૨ ટકા સમય વિદેશમાં નિકળ્યો છે. જા વડા પ્રધાનના સૌથી મોંઘા પ્રવાસની વાત કરવામાં આવે તો તે ફ્રાન્સ, જર્મની અને કેનેડાની યાત્રા રહી છે. જેના ભાગરૂપે ચાર્ટર્ડ ફ્લાઇટ અને હોટલાઇન સુવિધા પર ૩૨ કરોડ રૂપિયાની રકમ ખર્ચ થઇ છે.
મોદી વડાપ્રધાન તરીકે સૌથી વધુ વખત અમેરિકા ગયા છે. તેમના વિદેશી પ્રવાસો માટે જુલાઈથી નવેમ્બરનો ગાળો સૌથી વ્યસ્ત ગાળો રહ્યો છે, કારણ કે આ ગાળા દરમિયાન બ્રિક્સ અને એશિયા ઇસ્ટ સમિટ યોજાય છે. મોદીના વિદેશ પ્રવાસ માટે પાંચ વખત ઇન્ડિયન એરફોર્સના એર ક્રાફ્ટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.