રૂપાણીની સાથે મોદીની ફોન પર વિસ્તૃત મંત્રણા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતન રાજ્ય ગુજરાતમાં વાયુ વાવાઝોડાની કુદરતી આપદા અંગે પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી છે. આના ભાગરુપે બિસ્કેક પહોંચેલા મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન ઉપર વાતચીત કરીને માહિતી મેળવી હતી. આપત્તિની આ ઘડીમાં કેન્દ્ર સરકાર ગુજરાતની સાથે હોવાની ખાતરી પણ આપવામાં આવી હતી. વાયુ વાવાઝોડા અંગે વિગતવાર ચર્ચા કરીને માહિતી મેળવવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર ગુજરાતની પ્રજાજનોની સાથે ઉભેલી છે. વાયુ વાવાઝોડા અંગે તમામ માહિતી મોદી મેળવી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠા ઉપર આજે વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા હતી. જો કે, હવે આ ખતરો ટળી ગયો છે. જો કે, તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા હતા. ત્રણ લાખથી પણ વધુ લોકોનું સ્થળાંતર પહેલાથી જ કરવામાં આવ્યું હતું. વધુ માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.

Share This Article