નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને તેને નાપાક ગઠબંધન તરીકે ગણાવ્યા હતા. પોતાના અસ્તિત્વને બચાવવા માટે આ ગઠબંધન થઇ રહ્યા છે.
મોદીએ કહ્યું હતું કે, આજે ઘણા લોકો મહાગઠબંધનની વાત કરી રહ્યા છે, પરંતુ આ પ્રકારના ગઠબંધન અંગત અસ્તિત્વને બચાવવા માટે થઇ રહ્યા છે. વિચારધારા આધારિત સમર્થન આ ગઠબંધન ધરાવતા નથી. ગઠબંધન સત્તા માટે છે. જનતા માટે નથી. આ ગઠબંધન વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ માટે છે. લોકોની અપેક્ષા માટે નથી.
ચેન્નાઈમાં ભાજપના કાર્યકરોને વિડિયો કોન્ફરન્સિંગથી સંબોધતા મોદીએ કહ્યું હતું કે, તમે લોકો અમીર લોકોના એક બિનજરૂરી ગઠબંધનને હવે જાઈ શકશે. મોદીએ ઉમેર્યું હતું કે, ગઠબંધનના અનેક દળો અને નેતાઓનું કહેવું છે કે, તેઓ લોહિયાથી પ્રેરિત છે જે પોતે કોંગ્રેસ વિરોધી હતા. આજે આ લોકો કોંગ્રેસની સાથે જ છે.