રાયબરેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંત સુધી યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીની યાત્રા કરી શકે છે. દેશના વડાપ્રધાન તરીકે તેમની આ પ્રથમયાત્રા રહેશે. પાર્ટીના સુત્રોના કહેવા મુજબ ૧૫મી ડિસેમ્બર બાદ મોદી કોઇ પણ સમય રાયબરેલી જઇ શકે છે. મોદીની રાયબરેલી યાત્રા ચર્ચામાં છે. કારણ કે ભાજપે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ગઢ એવા રાયબરેલી અને અમેઠીમાં પોતાની પક્કડ મજબુત કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે.
ઉત્તરપ્રદેશ ભાજપના ટોપના લોકોનુ કહેવુ છે કે મોદી અહી મોડર્ન કોચ ફેક્ટરી અને સુચિત એમ્સની યાત્રા કરશે. સાથે સાથે જનસભાને સંબોધન પણકરનાર છે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અનુપ ચન્દ્ર પાન્ડેએ કહ્યુ છે કે મોદીની યાત્રા પહેલા તેઓ તૈયારીના ભાગરૂપે પહોંચ્યા હતા. પ્રદેશના ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન મહેન્દ્રસિંહ મોદીની સુચિત રેલી માટે જમીન નિહાળવા માટે પહોંચ્યા હતા. જાકે મોદીની સુચિત રેલીની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. મોદીની આ યાત્રાને રાજકીય રીતે ખુબ મહત્વપૂર્ણ ગણવામાંઆવે છે. કારણ કે ભાજપ લાંબા સમયથી અમેઠી અને રાયબરેલીમાં પોતાની સ્થિતીને મજબુત કરવામાં લાગેલી છે.
સોનિયા ગાંધી તેમની તબિયતના કારણે રાયબરેલી વધારે વખત આવી શક્યા નથી.છેલ્લે સોનિયા ગાંધી એપ્રિલ મહિનામાં રાયબરેલી આવ્યા હતા. તે પહેલા વર્ષ ૨૦૧૬માંઆવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં પ્રચાર દરમિયાન સોનિયા ગાંધી પ્રચાર માટે આવ્યા ન હતા.એ વખતે તેમની પુત્રી પ્રિયંકા પ્રચાર માટે આવ્યા હતા. એ વખતે પ્રિયંકાએ કહ્યુ હતુકે સોનિયા ગાંધી વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી લડનાર છે. અમેઠી અને રાયબરેલી બંનેકોંગ્રેસ માટે ખુબ ઉપયોગી છે.