નવી દિલ્હી : નરેન્દ્ર મોદીના શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મહેમાનોને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. આમાં શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના ભોજનની વ્યસ્થા રાખવામાં આવી હતી. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, મહેમાનોને માંસાહારી ભોજન આપવામાં આવશે નહીં. પરંતુ છેલ્લે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે ભોજન રાખવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની શપથવિધિમાં આશરે ૬૦૦૦થી પણ વધુ મહેમાનો પહોંચ્યા હતા.
શપથવિધિ કાર્યક્રમ યોજાયા બાદ સાંજે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. શપથવિધિ માટેની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. ડીનરમાં વેજ અને નોનવેજ બંનેની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં રસોડાને આદેશ કરવામાં આવ્યા હતા કે, મહેમાનો માટે કેટલાક લોકો ભારતના પૂર્વીય ભાગના છે જેથી પૂર્વીય ભાગોમાં રાત્રિ ભોજન હળવું રાખવામાં આવે છે. ડીનર મેન્યુમાં દાલ રાયસીનાને પણ જગ્યા આપવામાં આવી હતી જેને બનાવવા માટેની તૈયારી શરૂ થઇ ચુકી છે.
ગુરુવારના દિવસે રાત્રિ ભોજન માટે રાષ્ટ્રપતિ ભવને ૪૮ કલાક પહેલા જ તૈયારી શરૂ કરી દીધી હતી. આ વખતે ૧૪ દેશોના પ્રમુખ, અનેક દેશોના રાજદૂતો, બુદ્ધિજીવીઓ, ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટીઓ તથા મુખ્યમંત્રી ઉપÂસ્થત હતા. અનેક વરિષ્ઠ રાજનેતાઓ પણ આમા હાજર રહ્યા હતા.