નવી દિલ્હી : દેશમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. દેશના તમામ રાજ્યો ભવ્ય ઉજળણી કરવા માટેની તૈયારી કરી ચુક્યા છે. અભૂતૂપર્વ સુરક્ષા અને દેશભક્તિના માહોલમાં આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે. આ વખતે સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના ઐતિહાસિક સંબોધનને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા છે. મોદીને લાલ કિલ્લા પરથી સાંભળવા માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
- લાલકિલ્લાની આસપાસ મહત્વપૂર્ણ જગ્યાએ ૩૦૦થી વધારે શાર્પશૂટરો ગોઠવાયા છે
- ૭૧થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે રાખવા માટેની તૈયારી છે
- લાલકિલ્લાની આસપાસ રહેલા ૩૦૦૦ વક્ષોની આસપાસ હથિયારબંધ જવાન ગોઠવાયા છે
- ૫૦૦થી પણ વધારે સીસીટીવી મારફતે પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવશે
- જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે
- ડોગ સ્કવોડ અને બોંબ ડિટેક્શન ટીમની મદદથી વિસ્તારમાં દરરોજ એક ડઝન વખત હાલમાં સાફ સફાઈ કરવામાં આવી છે
- ક્વિક રિએક્શન ટીમો પહેલાથી મોરચા સંભાળી ચુકી છે
- છેલ્લા કેટલાક દિવસથી લાલકિલ્લાને દિલ્હી પોલીસની પીએમ સિક્યુરીટી વિંગની નજર હેઠળ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો
- હાઈટેક ગેજેટ, બોડી આર્મર, હેલ્મેટ અને દુરબીન સાથે જવાનો સજ્જ કરાયા
- લશ્કરી છાવણીમાં ફેરવી દઇને સુરક્ષાના તમામ પગલા
- વડાપ્રધાન મોદીના આવાસથી લઇનેલાલ કિલ્લા સુધી મોદીની અભેદ્ય સુરક્ષા
- ૨૬/૧૧ જેવા હુમલાઓ કરવામાં આવી શકે છે તેવી ચેતવણી જારી કરાઈ
- દરિયાઈ માર્ગે ત્રાસવાદી હુમલા અને ભાજપ કચેરી ઉપર હુમલા થઇ શકે
- ગૃહ મંત્રાલય દ્વારા પણ ચેતવણી જારી કરવામાં આવી
- છેલ્લા ૨૨ વર્ષ કરતા આ વખતે ત્રાસવાદી હુમલાનો ખતરો વધારે છે
- નરેન્દ્ર મોદીના સંબોધન પર તમામની નજર રહેશે
- આઇબી દ્વારા એલર્ટની જાહેરાત કર્યા બાદ સાવચેતીના તમામ પગલા
- મોદીના ભાષણ દરમિયાન પ્રથમ વખત એમઆઇ-૧૭ હેલિકોપ્ટર તૈનાત રહેશે
- મોગલ કાળના દરમિયાન બનેલા લાલ કિલ્લાની સામે આશરે ૧૦,૦૦૦ લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
- સ્વતંત્રતા દિવસે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી રહેલા લોકોને પોતાની સાથે મોબાઇલ, કેમરા, દુરબીન, બેંગ, બ્રિફકેસ, સિગારેટ, લાઇટર, ટિફિન બોક્સ, પાણીની બોટલ, લંચ બોક્સ સાથે ન લાવવા માટે સુચના
- ડીટીસીએ નિર્ણય કર્યો છે કે ૧૫મી ઓગષ્ટે સવારે છ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી પોતાની બસ મફતમાં આપશે.
- હજુ સુધી સ્વતંત્રતા દિવસે માત્ર એમઆઇ-૩૫ જ તૈનાત કરવામાં આવતા હતા
- ઉંચી ઇમારતો પર એન્ટી એરક્રાફ્ટ ગન તૈનાત કરવામાં આવી
- ૩૬૦ ઇમારતો પર એન્ટી એરક્રાફ્ટ ગન તૈનાત કરાઇ
- સીસીટીવી કેમરાની સંખ્યા વધારીને બેગણી કરાઇ
- હવાઇ દળના આઠ વિમાનો મારફતે લાલ કિલ્લાની આસપાસ જ નહી બલ્કે દિલ્ગી-એનસીઆર પર નજર રહેશે
- જમ્મુ કાશ્મીર સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરાઇ
- ઐતિહાસિક લાલ કિલ્લા પર શાનદાર પરેડનુ પણ આયોજન કરાશે
- હવાઇ દળના વિમાનો દિલધડક પરાક્રમ દર્શાવી ઉપસ્થિત લોકોને રોમાંચિત કરશે
- હુમલાના ખતરાને ધ્યાનમાં લઇને આ વખતે જમીનથી લઇને આકાશ સુધી ખાસ સુરક્ષા
- જુદા જુદા રાજ્યોમાંથી આવેલા એનસીસીના કેડેટ પણ પરેડમાં આકર્ષણ જમાવશે
- છેલ્લા કેટલાક દિવસથી તૈયારીમાં તમામલોકો વ્યસ્ત થયેલા હતા
- ૧૫મી ઓગષ્ટના કાર્યક્રમનુ દુરદર્શન પરથી જીવંત પ્રસારણ કરાશે
- જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ પ્રથમ વખત રાજ્યમાં ઉજવણી કરવામાં આવનાર છે. કેન્દ્રિય પ્રધાન અમિત શાહ શ્રીનગરમાં ધ્વજવંદન કરવા માટે તૈયાર
- જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ પ્રથમ વખત સ્વતંત્રતા દિવસને લઇને શ્રેણીબદ્ધ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે