નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ હવે તમામની નજર છઠ્ઠા તબક્કાની ચૂંટણી પર કેન્દ્રિત થઇ ગઇ છે. છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં આ વખતે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ મતદાન થનાર છે. દિલ્હીની તમામ સાતેય બેઠકો પર હવે મતદાન થનાર છે. દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે હવે પ્રચાર ચરમસીમા પર છે. આવતીકાલે આઠમી મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે મેગા રેલી યોજાનાર છે. જેના પર દેશના લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ રેલીને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા કેટલાક દિવસથી તમામ તાકાત લગાવી દીધી છે. આ રેલીમાં કેટલા લોકો પહોંચે છે અને આ રેલીમાં મોદી શુ હે છે તેના પર તમામની નજર રહેશે.
તમામ હરિફ રાજકીય પક્ષો દ્વારા પણ આ રેલીને લઇને તેમની નજર કેન્દ્રિત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી માટે આ રેલી મહત્વપૂર્ણ છે. આ રેલી વ‹કગ ડે પર થઇ રહી છે. જેથી પાર્ટીની સામે સૌથી મોટો પડકાર ભીડ એકત્રિત કરવાને લઇને છે. જા કે પ્રદેશના નેતા દાવો કરી રહ્યા છે કે આ યાદગાર રેલી બની રહેશે. જેમાં બેથી અઢી લાખ લોકો પહોંચે તેવી શક્યતા છે. પરંતુ રામલીલા મેદાન ખાતે ક્ષમતા ૮૦ હજાર લોકો સુધીન છે. આવી સ્થિતીમાં અહીં અઢી લાખ લોકો એકત્રિત થશે તે અંગે વાત કરવી સરળ રહેશે નહીં. રેલીમાં ભીડ એકત્રિત કરવા માટે ભાજપના તમામ મોટા નેતાને જવાબદારી સોંપવામાં આવી છે.
તમામને ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે. પૂર્વાંચલ મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી મોરચાના તમામને ખાસ જવાબદારી સોંપી દેવામાં આવી છે. આના માટે દિલ્હીના મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને મેટ્રોલ સ્ટેશન પર તેમજ બજારમાં પ્રચારની કામગીરી ચાલી રહી છે. દિલ્હીના દરેક વિસ્તારમાંથી લોકો પહોંચી શકે તે માટે પાંચ હજાર બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક મેટ્રો અને પોતાના વાહન મારફતે પણ પહોંચનાર છે. ચાંદની ચોક, દરિયાગંજ, પહાડગંજ, તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકો નાની નાની ટોળકીમાં બનાવીને રામલિલા મેદાન ખાતે પહોંચી રહ્યા છે. પાર્ટીએ મોદીના સ્વાગત માટે જારદાર તૈયારી કરી લીધી છે.
જગ્યા જગ્યા પર સ્વાગત માટે કલાકારો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. બીજી બાજુ રામલીલા મેદાનની આસપાસ લોકો માર્ગની બાજુમાં ઉભા રહીને મોદીના નારા લગાવશે. સ્ટેડિયમની અંદર અને બહાર ૧૦-૧૦ એલઇડી સ્ક્રીન મુકવામાં આવનાર છે. મંચ પર મોદીની સાથે તમામ ટોપના નેતા અને સાત લોકસભા સીટના ઉમેદવારો રહેશે. દિલ્હી ભાજપના મહામંત્રી કુલજીત સિંહે કહ્યુ છે દિલ્હીમાં ભાજપની એકમાત્ર રેલી રહેનાર છે. આ રેલીને પણ વિજય સંકલ્પ રેલી નામ આપવામાં આવી રહ્યુ છે. આ રેલીને ઉત્સવ તરીકે મનાવવા માટેની તૈયારી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. રેલીમાં દરેક વર્ગ, દરેક સમુદાયના મોટી સંખ્યામાં લોકોને પહોંચાડવમાં આવનાર છે.