તમામ લોકો સારી રીતે જાણે છે કે ભવિષ્યવાણી કરવાની બાબત કેટલી મુશ્કેલ છે. આવી સ્થિતીમાં જ્યારે વાત ભારતના ચૂંટણીના પરિણામની હોય ત્યારે તો વધારે મુશ્કેલી થઇ જાય છે. મોટા મોટા રાજકીય પંડિતો પણ ભવિષ્યવાણી કરવાની સ્થિતીમાં નથી. છતાં પણ છેલ્લા કેટલાક સર્વેક્ષણ અને પોતે પણ જેટલા લોકોને મળી રહ્યા છે તેમના આધાર પરથી કોઇ પણ લાગ લપેટ વગર કહી શકાય છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાપસી થવા જઇ રહી છે. ભાજપ અને કોંગ્રેસના ઘોષણા પત્ર પણ આવી ગયા છે.
જેની તુલના કરવામાં આવે તો પણ કહી શકાય છે કે એકબાજુ ભાજપની પાસે દુરદર્શીતા છે અને ભારતના તીવ્ર વિકાસ માટેની રૂપરેખા છે. જ્યારે કોંગ્રેસની પાસે ખોટા વચન લાલચ સિવાય કોઇ નક્કર બાબતો દેખાતી નથી. કોંગ્રેસના વચનોની માહિતી તો હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામથી સાબિત થાય છે. જ્યાં કોંગ્રેસની સરકાર બની ગઇ છે ત્યાં લોકો તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાનુ માની રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દેશદ્રોહને અપરાધ ગણતી નથી. તેની કલમને જ કોંગ્રેસે ખતમ કરવાન વાત કરી છે. જ્યારે દેશદ્રોહથી મોટો કોઇ અપરાધ હોઇ શકે તેમ નથી.
કોંગ્રેસ પાર્ટીએ કલમ ૩૭૦ અને તેના મુજબ ઇસ્લામિક ત્રાસવાદની સુરક્ષા કરવાની પણ વાત કરી છે. જ્યારે ભાજપે તેને ખતમ કરવાની વાત કરી છે. કાશ્મીરની સુરક્ષા કરવાની વાત કરી છે. છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાક્રમ આવી રહ્યા છે તેનાથી લાગે છે કે ચોકીદાર ચોર નથી. પરંતુ સાવધાન છે. તેની દેશની સરહદ પરની સાથે સાથે દેશમાં રહીને દેશને લુટી રહેલા લોકો પર પણ બાજ નજર છે. એવી સુવિધા વિકસિત કરવામાં આવી રહી છે જેના કારણે ચીનના કોઇ દુસાહસનો પણ યોગ્ય જવાબ આપી શકાય.
ખેડુતોના વેતન, મજુરોને પેન્શન, ઉજ્જવલા યોજના, માર્ગ નિર્માણ, આયુશ્માન ભારત, સીધા ખાતામાં સબસિડી, રેલવેની ગતિને વધારી દેવાની પહેલ જેવા પગલા આ સરકારના ગાળામાં લેવામાં આવ્યા છે. નવી રેલવે લાઇન બિછાવવા અને જુની લાઇનના ડબલીકરણ જેવા કામ થયા છે. આમાં કોઇ શંકા નથી કે બેરોજગારીના મોરેચે વધારે કામ થયુ નથી પરંતુ અમે પહેલા પણ કહી ચુક્યા છીએ કે આજે ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રત્યક્ષ રોકાણ આવી રહ્યુ છે. રોકાણ થઇ રહ્યુ છે તો સમજા રોજગારી પણ આવી રહી છે. હાલમાં ધૈર્ય રાખવાની જરૂર છે. આ બાબત કોઇ પાર્ટીના હિતમાં કરવામાં આવી રહી નથી. તમામ લોકો માટે દેશ સર્વોપરિ રહે તે જરૂરી છે. કોઇ પણ પાર્ટીને વધારે પ્રાથમિકતા આપ્યા વગર દેશહિતને સર્વોપરિ ગણવાની જરૂર છે.