ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શિ ઝીનપિંગ વચ્ચે આ બેઠક ખુબ ઐતિહાસિક બનનાર છે. જો કે તમામ લોકો માને છે કે મોદીને આ બેઠક માટે ચાર મુખ્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે પૈકી પ્રથમ બાબત તો ખાસ પ્રતિનિધીઓ વચ્ચે સરહદી મુદ્દા પર વાતચીત જારી રાખવા પર કેન્દ્રિત રહે તે જરૂરી છે. સરહદી વાતચીત કોઇ પણ કિંમતે પ્રતિનિધીઓ વચ્ચે જારી રહેવાથી સરહદી મુદ્દા પર વિવાદ ટાળી શકાય છે. સાથે સાથે વિશ્વાસને વધારી શકાય છે.
મોદીને એલએસી પર વર્ષ ૧૯૯૩ અને ૧૯૯૬માં થયેલી શાંતિ સમજુતીના તેમજ વુહાન બેઠકના પરિણામને લઇને લાભ ઉઠાવવાના પ્રયાસ કરવા જાઇએ. સાથે સાથે ચીન ભારતના મામલમાં દરમિયાનગીરી ન કરે તે માટે તેને રોકવાના પ્રયાસ કરવા જાઇએ., પાકિસ્તાન દ્વારા વારંવાર ચીનને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા માટે કહેવામાં આવે છે. આવી સ્થિતીમાં તેને રોકવાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર ચે. કારણ કે બંને દેશોની ચિંતા ત્રાસવાદ અને તેના નકારાત્મક દ્ધિપક્ષીય સંબંધો પર થાય છે.
ત્રીજી જે સૌથી મોટી બાબત છે તે એ છે કે મોદીને બંને દેશો વચ્ચે દ્ધિપક્ષીય વેપારને વધારી દેવા માટેની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આના કારણે પરસ્પર વધારે સારા સંબંધ અને પારસ્પરિક સમજની સાથે લોકોની વચ્ચે સીધા સંપર્કને વધારી દેવામાં સફળતા મળશે. ચીનમાં હાલમાં ૨૦ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે રચનાત્મક સંદેશો આપે છે. વર્તમાન નરારાત્મકતા ના સંકેતો અને મુળભુત અસહમતિ છતાં ભારત અને ચીન વચ્ચે મમલ્લાપુરમ સંમેલન એવા કાર્યક્રમ તરીકે સાબિત થઇ શકે છે જે યાદગાર બનાવી શકાય છે. બંને દેશોના ભાવિ સંબંધો માટે આધારશીલા આ કાર્યક્રમ નક્કી કરી શકે છે.