નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરી શરૂ થયા બાદ તરત જ પ્રવાહ મળવાની શરૂઆત થઇ ગઇ હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ બંપર લીડ મેળવી હતી. ભારતીય જનતા પાર્ટી પોતાના નામ પર બહુમતિ મેળવી લીધા બાદ કાર્યકરોમાં ખુશી જાવા લાગી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા ૫૪૨ સીટ પૈકી કુલ ૩૩૬ સીટ પર લીડ મેળવી લીધી હતી. આની સાથે તેની બહુમતિ સરકાર આવી રહી છે. મતગણતરી શરૂ થયા બાદ કલાકોના ગાળામાં જ એનડીએ દ્વારા જોરદાર લીડ મેળવી લીધી હતી. મોદી મેજિકની સ્થિતી ફરી એકવાર જાવા મળી હતી. કોંગ્રેસ પાર્ટીની સ્થિતી સારી દેખાઇ રહી નથી.
જા કે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં આ વખતે કોંગ્રેસને પ્વધારે સફળતા મળી રહી છે. મતગણતરી શરૂ થયા બાદ સવારમાં ૯.૧૫ વાગે જ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા બહુમતિ મેળવી લેવામાં આવી હતી. જ્યારે દસ વાગ્યા સુધીનો એકલા હાથે ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવી લીધી હતી. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનની પણ વધારે અસર દેખાઇ રહી નથી. યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટી તેની સ્થિતીને જાળવી રાખવામાં સફળ છે. હિન્દી પટ્ટાના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જોરદાર સ્થિતીમાં દેખાઇ રહી છે.છેલ્લા સમાચાર મળ્યા ત્યારે એનડીએએ ૩૩૬ અને યુપીએએ ૮૬ સીટો પર લીડ મેળવી લીધી હતી. અન્યોને ૧૦૬ સીટ પર લીડ મેળવી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું.
ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ.છટ્ઠી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના દિવસે મતદાન થયુ હતુ. સાતમા તબક્કામાં ૧૯મીમેના દિવસે મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ .
છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું હતુ. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ એÂક્ઝટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. આજે પરિણામ મોટા ભાગે એÂક્ઝટ પોલ મુજબ આવવા લાગી ગયા હતા. આની સાથે જ ભાજપના સાથી પક્ષોમાં ખુશી દેખાઇ આવી હતી.