વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે સ્વતંત્રતા દિવસના પ્રસંગ પર ઐતિહાસિક લાલ કિલ્લા પરથી બોલશે ત્યારે તેમનુ ભાષણ અલગ પ્રકારનુ રહેશે. આવો ઇશારો મોદીએ પોતે કર્યો છે. મોદીએ સમગ્ર દેશની પ્રજા પાસેથી તેમના ભાષણને લઇને જુદા જદા વિષય પર અભિપ્રાય માંગ્યા છે. લાલ કિલ્લા પરથી જ્યારે આ વખતે તેઓ નિવેદન કરશે ત્યારે તેમના નિવેદનમાં પ્રજાલક્ષી મુદ્દાઓેને ખાસ રીતે સામેલ કરી દેવામાં આવનાર છે. મોદીએ ટ્વીટર પર કહ્યુ છે કે તેમને તેમના ૧૫મી ઓગષ્ટના ભાષણમાં સામાન્ય લોકો દ્વારા કરવામાં સુચનોને આવરી લેવામાં ખુશી થશે. સામાન્ય લોકોના વિચાર ૧૩૦ કરોડ ભારતીય સાંભળશે.
સામાન્ય લોકો નમો એપ પર વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા ઓપન ફોરમમાં જઇને પોતાના વિચાર રજૂ કરી શકે છે. કદાચ આ પ્રથમ વખત બની રહ્યુ છે જ્યારે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં સામાન્ય લોકોના અભિપ્રાયને સામેલ કરવાની વાત કરી છે. હજુ સુધીની પરંપરા એવી રહી છે કે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં પોતાના વિભાગોના કામ અને પ્રગતિના આધાર પર વાત કરે છે. સરકારી ભાષણ જ હજુ સુધી ૧૫મી ઓગષ્ટના દિવસે વાંચવામાં આવી રહ્યા હતા. પ્રથમ વખત વડાપ્રધાને આ પ્રકારની ખાસ પહેલ કરી છે. એક બાબત નક્કી છે કે વડાપ્રધાનને સામાન્ય લોકો તરફથી ખુબ ઉપયોગી સુચન મળનાર છે. મોદીએ પણ પોતાના ભાષણને જન સંવાદ સાથે જોડવાના પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મિડિયાના સિદ્ધાંત પારસ્પરિક સંવાદ પર આધારિત છે. તમે પોતાની વાત કરીને બહાર થઇ શકો તેમ નથી. આપને બીજા પક્ષના લોકોની વાત પણ સાંભળવાની રહેશે. સોશિયલ મિડિયાના યુગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ આ બાબતને સારી રીતે સમજે છે.
આ જ કારણસર મોદીએ આ અનોખી પહેલ કરી છે. મોદીએ પારસ્પરિક સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસ કર્યા છે. નક્કી કરવામાં આવેલા માપદંડથી અલગ થઇને જા મોદી ભાષણ આપશે તો ચોક્કસપણે એક નવી શરૂઆત થનાર છે. એક દાખલો પણ બેસશે. ભવિષ્ય માટે કેટલીક રચનાત્મક બાબત આ ભાષણથી નિકળીને આવે છે તો કેટલીક નવી શરૂઆત થનાર છે. આને સાર્થક પ્રયાસ તરીકે પણ ગણવામાં આવશે. દેશવાસીઓની પાસે હવે વિકલ્પ છે કે તેઓ પોતાની વાતને વડાપ્રધાન સુધી પહોંચાડે. દેશના ભવિષ્યના સંબંધમાં પોતાની વાત રજૂ કરી શકે છે. આ અભિપ્રાય પર અમલ કરવાની જરૂર છે કે કેમ તે અંગે નિર્ણય સરકાર કરશે પરંતુ સુચન કરવાની યોગ્ય તક રહેલી છે. પરંતુ અમારા ચોક્કસપણે પ્રયાસ હોવા જાઇએ કે આ રચનાત્મક પહેલ સાથે તમામ લોકો સામેલ થાય. ઉપયોગી સુચન કરવાની તાકીદની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવી ચુક્યા છે. તેમની બીજી અવધિમાં પ્રથમ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. મોદીએ તેમની પ્રથમ અવધિ વેળા મન કી બાત કાર્યક્રમ સાથે લોકોની સાથે જાડાઇ જવાની શરૂઆત કરી હતી.
આ કાર્યક્રમને ભારે સફળતા મળી રહી છે. તમામ લોકો મોદીને સાંભળી પણ રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ મારફતે મોદીએ દેશના લોકો સાથે સંવાદ સ્થાપિત કરવાના સફળ પ્રયાસ પણ કર્યા છે. હવે મોદીએ એક પગલુ આગળ વધીને સામાન્ય લોકોના અભિપ્રાય સ્વતંત્રતા દિવસના ભાષણ માટે માગ્યા છે. જનતાની વાત સાંભળવાની પહેલ કરે છે. સામાન્ય લોકોની સાથે તેમના સંબંધને વધારે મજબુત કરવાના એક પ્રયાસ તરીકે આને જાવામાં આવે છે. આની ખુલ્લા મનથી પ્રશંસા થવી જોઇએ. આ સમય દેશને એક એવી વ્યવસ્થાની જરૂર છે જ્યાંથી દેશના લોકો પોતાની વાત સીધી રીતે શાસકો સુધી પહોંચાડી શકે. મોદીએ પણ આ બાબતને ધ્યાનમાં રાખીને આ પહેલ કરી છે. પરિણામ શુ રહેશે તેની ચિંતા કર્યા વગર તેનુ હાલમાં સ્વાગત થવુ જોઇએ.
આ પહેલમાં પારસ્પરિક સંવાદની સ્થિતી સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશના વિજનમાં એવા લોકોની ભૂમિકા પણ જરૂરી છે. જે સત્તાથી બહાર રહેલા છે. શિક્ષણને લઇને કેટલાક પાસા નવા અજમાવવાની જરૂર દેખાઇ રહી છે.દેશના જુદા જુદા ભાગોમાં નિષ્ણાંતોમાં શિક્ષણને લઇને પહેલાથી જ ચર્ચા રહી છે. શિક્ષણના સ્તરને સુધારી દેવા અને તેને ઉંચી સપાટી પર લઇ જવા માટે હમેંશા ચર્ચા રહી છે. જો કે આજે પણ સ્થિતીમાં કોઇ નોધપાત્ર સુધારો થયો નથી. રોજગાર લક્ષી શિક્ષણને લઇને હમેંશા ચર્ચા જાવા મળી રહી છે.