મંત્રાલયોમાં પોતાના સંબંધીની વરણી ન કરવા મોદીનો આદેશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંડળના સભ્યોને આદેશ આપ્યો છે કે તેઓ માત્ર એવા દાવા જ કરે જે પૂર્ણ કરવામાં આવી શકે છે. સાથે સાથે મંત્રાલયમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓને ન મુકવા માટે પણ મોદીએ તમામ પ્રધાનોને આદેશ કર્યો છે. સુત્રોએ કહ્યુ છે કે મોદીએ કેટલાક સંદેશા તેમના પ્રધાનોને આપી દીધા છે. કેન્દ્રિય પ્રધાનમંડળની બેઠક તેમના નેતૃત્વમાં યોજાઇ હતી. જેમાં મોદીએ તમામ પ્રધાનોને જરૂરી માર્ગદર્શન આપ્યા હતા. મોદીએ મિડિયા અને જાહેરરીતે બિનજરૂરી ટિપ્પણીનો હવાલો આપીને કહ્યુ હતુ કે માત્ર તથ્યો પર આધારિત વાત કરવી જોઇએ.

જે દાવા પૂર્ણ કરવામાં આવી શકે નહી તેવા દાવા કરવાની જરૂર નથી. મંત્રીમંડળની બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતી પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને મંત્રીઓને જમ્મુ કાશ્મીર માટે યોજનાઓ અને પરિયોજના પર કામ કરવા માટે અપીલ કરી હતી. આગામી થોડાક દિવસોમાં જમ્મુ કાશ્મીર માટે કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. મોદીએ પોતાના સંબંધિત મંત્રાલયોમાં સગાસંબંધીઓની નિમણૂંક ન કરવા માટે અપીલ કરી હતી. શાસનની ગતિ અને દિશામાં સુધારો કરવા માટે મોદીએ કહ્યુ હતુ કે કેબિનેટ પ્રધાનો અને રાજ્ય પ્રધાનોની વચ્ચે વધુ શાનદાર સાનુકળ સંકલન ખુબ જરૂરી છે.

તેમની વાતચીત માત્ર પોતાના મંત્રાલયના સચિવો અને ટોપના અધિકારીઓ સુધી મર્યાદિત રહેવા જોઇએ નહીં. નીચલા સ્તરના અધિકારીઓની સાથે પણ વાતચીત  સતત કરવામાં આવે તે જરૂરી છે. સમય પર ઓફિસ ન પહોંચનાર પ્રધાનોને પણ મોદીએ ખાસ સુચના આપી હતી. મોદી વારંવાર આ પ્રકારના આદેશો પોતાના પ્રધાનોને આપતા રહે છે.

Share This Article