નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઇચ્છુક કેટલાક લોકોની ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. ઇ-કોમર્સ અથવા તો ટ્રાવેલ વેબસાઇટ ઉપર આપને રેફરલ કોડ મારફતે ડિસ્કાઉન્ટ મળે છે પરંતુ વડાપ્રધાન મોદીના અંગત મોબાઇલ એÂપ્લકેશનથી જનરેટ થયેલા રેફરલ કોડથી વડાપ્રધાનને ફેસ ટુ ફેસ મુલાકાતની તક મળી શકે છે. નરેન્દ્ર મોદી એપ (નમો એપ) પર એક નવા ફીચરની શરૂઆત કરવામાં આવી છે. જેના મારફતે કોઇપણ રેફરલ કોડ મેળવવા માટે પાંચ રૂપિયાથી લઇને ૧૦૦૦ રૂપિયા ભાજપને ડોનેટ કરી શકે છે.
રેફરલ કોડ મળી ગયા બાદ આ વ્યક્તિ ને પોતાના કોન્ટેક્સની પાસે ઇ-મેઇલ, એસએમએસ અને વોટ્સએપ મારફતે આને મોકલવાની જરૂર હોય છે. અધિકારીઓએ કહ્યું છે કે, જા કોઇ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા રેફરલ કોડ અથવા એપ મારફતે ફંડ ડોનેટ કરનાર વ્યક્તિ લિંકનો ઉપયોગ ૧૦૦ લોકોને કરી લે છે તો તે વ્યક્તિને વડાપ્રધાન સાથે મળવાની તક મળી શકે છે. જા કોઇ વ્યક્તિના રેફરલ કોડનો ઉપયોગ કરતી વેળા જા ઓછામાં ઓછા ૧૦ લોકોને ભાજપને ડોનેટ કરે છે તો તે વ્યÂક્ત નમો શર્ટ અને કોફી મગ આપવામાં આવશે.