લોકસભાની ચૂટણી માટે મતદાનનો દોર જારી રહ્યો છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં અને ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન થયુ હતુ. પ્રથમ બે તબક્કામાં હજુ સુધી ૧૮૬ લોકસભા બેઠક પર મતદાન થઇ ચુક્યુ છે. હજુ મતદાનના પાંચ તબક્કામાં બાકી છે. આવી સ્થિતીમાં આ વખતે કોણ બાજી મારશે અને કોણ બાજી ગુમાવશે તેની ચર્ચા ચાલી રહી છે. મતદાનના પ્રવાહને જોતા કોઇ રાજકીય પંડિત કહેવાની સ્થિતીમાં નથી કે કોણ બાજી મારશે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પોત પોતાની રીતે ચર્ચા કરવામાં આવી રહ છે અને જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને અન્ય પક્ષોના ટોપ નેતાઓ દિન રાત એક કરી ચુક્યા છે.
રાજકીય પંડિતો કહે છે કે હાલમાં મોદી, મિડિયા અને મુસ્લિમને લઇને ચર્ચા છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સબકા સાથ સબકા વિકાસના મંત્ર પર કોંગ્રેસથી પરેશાન થયેલા લોકો અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીને ૧૫થી ૨૫ ટકા સુઘી મત આપ ગયા હતા. આ બાબત જુદી છે કે ભારતીય જનતા પાર્ટીએ જાહેરમાં આ વાત ક્યારેય કરી નથી. એ વખતે એક હેવાલ આવ્યો હતો જેમાં ગ્રાઉન્ડ રિપોર્ટ મારફતે આ હેવાલ આવ્યા હતા. ભાજપ આ બાબતને નકારે કે પછી તેના નેતાઓ આ અહેવાલને રદિયો આપે પણ આ હેવાલ સાચા છે. અંગ્રેજા ભારતમાં લાંબા સમય સુધી શાસન કરીને ગયા છે. તેમના હથિયાર તરીકે ભાગલા પાડો અને શાસન કરોની નીતિ હતી. કોંગ્રેસ પાર્ટીએ તેનુ કેટલા અંશે ઉપયોગ કર્યો તે બાબત તો લોકો સારી રીતે જાણે છે. ભાજપે સત્તા સુધી પહોંચી જવા માટે આનો કેટલા હદ સુધી ઉપયોગ કર્યો છે.
આજે દેશ જાતિ અને ધર્મને લઇને વિભાજિત દેખાય છે. સદીઓ સુધી સાથે રહેનાર આજે અલગ દેખાય છે. હાલમાં ઉશ્કેરણીજનક માહોલ સર્જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા પાચ વર્ષના ગાળામાં કેટલાક એવા પગલા લેવામાં આવ્યા જેના કારણે મોદીન ચર્ચા જાવા મળી રહી છે. જેમાં નોટબંધી અને જીએસટી જેવા મોટા સાહસી આર્થિક પગલાનો સમાવેશ થાય છે. વિરોધીઓ આ પગલાને દેશ માટે નુકસાનકારક તરીકે ગણે છે. આના માટે તેઓ દલીલ કરતા કહે છે કે આના કારણે મોટી સંખ્યામાં નોકરી લોકોની જતી રહી છે. વેપારીઓ પરેશાન થયા છે. અર્થતંત્રને ભારે નુકસાન થયુ છે. બીજી બાજુ તરફેણ કરનાર લોકો કહે છે કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં દેશે એક પછી એક સાહસી નિર્ણય જોયા છે. જેના લીધે અપરાધીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. ત્રાસવાદનો ખાત્મો થઇ રહ્યો છે. પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાનો સફાયો કરવામાં આવ્યો છે.
વૈશ્વિક મોરચે ભારતની તાકાતમાં એક પછી એક વધારો થયો છે. ભારત એક શÂક્તશાળી દેશ તરીકે ઉભરીને સપાટી પર આવતા તેનોડંકો છે. આ જ ગાળામાં કેટલાક એવી ઘટના બની જેના કારણે નિરાશ થઇને કેટલાક મોટા લોકોને પોતાના સન્માન પરત કરી દીધા હતા. ધર્મ જાતિથી ઉપર ઉઠીને લોકોએ આનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રવાદની લહેર વચ્ચે કેટલાક સમુદાયના લોકો મોદીની વિરુદ્ધમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. મિડિયાની ભૂમિકા પણ આમાં ચર્ચાસ્પદ બની રહી છે. કેટલાક મુદ્દાને મિડિયામાં ખુબ ચગાવવામાં આવ્યા છે. જેની અસર સામાન્ય લોકો પર થઇ રહી છે. કેટલાક લોકો ચોકીદારને ચોર કરે છે. કેટલાક લોકો ચોકીદારને ફેંકુ કહે છે. પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થઇ ચુક્યુ છે. બીજા તબક્કામાં મતદાન થઇ ગયુ છે.
હવે ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. મતદાન પહેલા કેટલાક મામલા હજુ છવાયેલા રહે તેવા સંકેતો છે.