ચૂંટણી પૂર્વે મોદી દ્વારા મે ભી ચોકીદાર ઝુંબેશ શરૂ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂટણીને લઇને જારદાર  તૈયારી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ મારફતે એક વિડિયો જારી કરીને કેટલીક બાબતો રજૂ કરી કરી છે. મોદીએ ટ્વિટર હેન્ડલથી વિડિયો જારી કરીને મે ભી ચોકીદાર  નામથી ઝુંબેશ શરૂ કરી છે. આ વિડિયોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિડિયોના છેલ્લે ૩૧મી માર્ચના દિવસે સાંજે છ વાગે વડાપ્રધાન મોદી સાથે જાડાવવા માટે અપીલ કરી હતી. મોદીએ ટ્‌વીટ કરીને કહ્યુ છે કે આપનો ચોકીદાર કોઇ પણ ડર વગર મક્કમતાની સાથે આગળ વધી રહ્યો છે. દેશની સેવામાં લાગેલો છે. પરંતુ અહીં તે એકલા નથી. દરેક એ વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક દુષણથી લડવા માંગ છે તે ચોકીદાર છે.

જે વ્યક્તિ પણ દેશ માટે વિકાસ કરવા ઇચ્છુક છે. તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહે છે કે તે ચોકીદાર છે. મોદીએ ટ્‌વીટર પર ૩.૪૫ મિનિટના વિડિયોને રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચારેબાજુ ચર્ચા છે. મોદી હવે લોકસભા ચૂંટણીને લઇને એક્શનના મુડમાં આવી ગયા છે. વિડિયોમા સરકારના કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોદી હવે જાહેર પ્રચાર માટેની જવાબદારી પણ સંભાળી લેવા માટે  સંપૂર્ણપણે તૈયાર છે. ૩૧મી માર્ચના દિવસે કોઇ મોટો કાર્યક્રમ થનાર છે તેમ માનવામાં આવે છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે કેટલાક મુદ્દા મુખ્ય રીતે ગરમી જગાવનાર છે.

જેમાં પુલવામા હુમલાનો સમાવેશ થાય છે. સાથે સાથ પોકમાં ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવાના સાહસી નિર્ણયનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદી છેલ્લા પાંચ વર્ષના શાસન કાળમાં એક શક્તિશાળી વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઇ રહી છે. જે હાલમાં સાબિત થઇ ગઇ છે. વિશ્વના દેશો હવે સાથે આવ્યા છે.

Share This Article