હવે દેશનો મિજાજ આતંકીઓને વીણીને હિસાબ કરવા માટેનો છે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત યાત્રાના પ્રથમ દિવસે  તમામ જગ્યાઓએ આતંકવાદના મુદ્દા ઉપર આક્રમક દેખાયા હતા. આજે પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ મોડેથી અમદાવાદ શહેરના અસારવા ખાતે આવેલી ન્યુ સિવિલ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવા પહોંચ્યા હતા. અહીં મોદી તેમના અસલ આક્રમક અંદાજમાં દેખાયા હતા. આતંકવાદના મુદ્દા ઉપર વાત કરતા મોદીએ કહ્યું હતું કે, ૪૦ વર્ષથી આતંકવાદની પીડા ભારતના લોકોએ સહન કરી છે પરંતુ હવે આ પીડા સહન કરાશે નહીં. હવે કોઇ આંખ ઉઠાવીને જાશે તો અમે ઘરમાં ઘુસીને મારીશું. અમારો સ્વભાવ વીણી વીણીને હિસાબ કરવાનો રહ્યો છે.

ઘરમાં ઘુસીને હુમલા કરવામાં આવશે. વિપક્ષ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, હવાઈ હુમલાથી વિપક્ષ પણ પરેશાન છે. સેનાના પરાક્રમ ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, તેમને માત્ર દેશની ચિંતા છે. સત્તાની કોઇ ચિંતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સિવિલ ખાતે ઉદ્દઘાટન કર્યા બાદ તમામ લોકોને દેશમાટે શહિદ થયેલા લોકોને ફોનની બેટરી ચાલુ રખાવીને જય ધોષ બોલાવ્યો હતો. અને તેમણે કહ્યું કે મન કરી રહ્યું છે, કે આજે બધુ જ કહી દઉ. આજે અદાવાદના વિકાસમાં સૌથી મહોત્વનો દિવસ છે. આજે અમદાવાદમાં મેટ્રો રેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. સાથે જ ફેઝ-૨નું સિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, આજે અમદાવાદના સપનાની સાથે મારુ પણ સપનું પૂર્ણ થયું છે. ઉત્તરાયણમાં જેમ લોકો ધાબા પર ચડીને પતંગ ચકાવે છે. તેમ આજે અમદાવાદે ધાબા પર ચડીને મેટ્રોનું સ્વાગત કર્યું છે. એક પૂર્ણ થઇ જાય એટલે અમે મુકતા નથી બીજીના શરૂઆત પણ કરીએ છીએ. લાખો અમદાવાદીઓને મેટ્રોથી ઘણો ફાયદો થશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે. વડાપ્રધાન મોદીએ ટેકનોલોજીથી સજ્જ ૧૨૦૦ પથારી વાળી નવી સિવિલ કર્યું ઉદ્દઘાટન જેનો સિલાન્યાસ અમે કરીએ તેનું ઉદ્દઘાટન પણ અમે કરીએ છે. આજે કરેલી મેટ્રોનો સિલાન્યાસ કર્યો તેનું ઉદ્દઘાટન પણ અમે જ કરીશું મતલબ કે જ્યારે તેનું ઉદ્દઘાટન થશે ત્યારે અમારી જ સરકાર હશે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે, દેશમાં ૨૦૧૪ પહેલા મેટ્રોનું નેટવર્ક ૨૫૦ કીમીનું હતું.

જ્યારે ભાજપ સરકારમાં ૬૫૦ કિમી થયું છે. અને દેશના અલગ અલગ વિસ્તારોમાં ૮૦૦ કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે. આ પ્રકારના વાક્યો બોલીને વડાપ્રધાને ૨૦૧૪ પહેલા ચાલતી કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા. વન નેશન વન કાર્ડ અંગેની માહિતી આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ કાર્ડની મદદથી નાગરિકોને ફાયદો થશે. આ કાર્ડની મદદથી સમગ્ર દેશમાં તમે છૂટા રૂપિયાની માથાકૂટ વિના મુસાફરી કરી શકાશે. હવે દેશમાં વન નેશન વન કાર્ડનું સપનું પૂર્ણ થયું છે. કોમના મોબિલીટીથી શોપીગ પણ કરી શકાશે તથા દેશના તમામ વિસ્તારોમાં આ કાર્ડથી મુસાફરી કરી શકાશે. ગુજરાત માટે પણ ગર્વની વાતએ છે, કે હવે વડોદરાના સાવલી ખાતે બની રહેલા મેટ્રોના કોચનું નિકાસ કરવામાં આવી રહ્યું છે. હું જ્યારે નાનો હતો ત્યારે તમામ પાટણ-ભીલડીની વાત કરતા હતા. હવે તેનું કામ પૂર્ણ થયું છે. થોડાક જ વર્ષોમાં ગુજરાતના લોકોએ જ ગુજરાતની તસવીર બદલી દીધી છે. લોથલમાં બનાવેલા નેશનલ મેરિટાઇમ હેરિટેઝ મ્યુઝિયમ બનાવાને કારણે સમગ્ર વિશ્વમાં ડંકો વાગશે. જે પાંચ હજાર વર્ષ જુનુ બંદર છે.

માટે આ સ્થળનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. નેશનલ મેરિટાઇમ હેરિટેઝ મ્યુઝિયમનું સિલાન્યાસ અમે કર્યું છે. ત્યારે મને ભારતની જનતા પર વિશ્વાસ છે, કે હેરિટેઝ મ્યુઝિયમનું ઉદ્દઘાટન પણ અમે જ કરીશું. અમારી સરાકરે દેશને સ્વચ્છ કરવાનું કાર્ય કર્યું છે. રાષ્ટ્રહિત માટે ભાજપ સરકારે અનેક સારા નિર્ણયો લીધા છે. અમે ભષ્ટાચાર અને આંતંકવાદ સામે લડવાની તૈયાર દેખાવી છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે સિવિલમાંજ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે દરમિયાનની કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કોઇ પણ કાર્યવાહી કરી ન નહિ. આતંક વાદ સામે લડી શકે તેવી દેશમાં એક જ પાર્ટી છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/9f4bdf7a5dfdf14791c59fb7e2b619d6.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151