વિનેશ, તું ચેમ્પિયનમાં ચેમ્પિયન છે: ભારતીય કુસ્તીબાજ પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ પીએમ મોદી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : આ આંચકો દુઃખ આપે છે. કાશ શબ્દોમાં તે નિરાશાને વ્યક્ત કરી શકાતી હોત જે હું અનુભવી રહ્યો છુઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને તેના અંતિમ મુકાબલો પહેલા ગેરલાયક ઠેરવવાથી રાષ્ટ્રની વ્યથા વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક એક્સ પોસ્ટમાં કહ્યું;

Modi Tweet

“વિનેશ, તમે ચેમ્પિયનમાં ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો.
આજનો આંચકો દુઃખ આપે છે. કાશ મારા શબ્દોમાં તે નિરાશાને વ્યક્ત કરી શકત જે હું અનુભવી રહ્યો છું.
સાથે જ, હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે.
વધુ મજબૂત બનીને પાછા આવો! અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
@Phogat_Vinesh”

Share This Article