કોણે આપી મોદીને વિશેષ ભેટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

બ્યુનસ આયર્સ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિફાના પ્રમુખ એનફેન્ટીનોને મળ્યા હતા. આ  મુલાકાત દરમિયાન ફિફા પ્રમુખે વિશેષ ફુટબોલ જર્સી વડાપ્રધાનને સોંપી હતી. આ જર્સીમાં જી-૨૦ મોદી લખવામાં આવ્યું છે. મોદી જી-૨૦ શિખર બેઠકના ભાગરુપે તેમને મળ્યા હતા. બ્લુ જર્સીના ફોટાને પણ ટ્વિટર ઉપર મોદીએ શેયર કરીને આ અંગે માહિતી આપી છે.

આ બ્લુ જર્સીની પાછળ તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોદીએ ટ્વિટર ઉપર પ્રતિક્રિયામાં લખ્યું છે કે, આર્જેન્ટીના પહોંચીને તેમને કેટલીક બાબતો જાણવા મળી છે. આર્જેન્ટીનાના ખેલાડીઓ ભારતમાં પણ અભૂતપૂર્વરીતે લોકપ્રિય છે. આજે ફિફાના પ્રમુખ તરફથી તેમને જે જર્સી મળી છે તેનાથી તેઓ ખુબ જ ઉત્સુક અને ઉત્સાહિત છે. તેમનો આભાર પણ માની રહ્યા છે. આર્જેન્ટીનામાં ફુટબોલની રમતની ખુબ જ લોકપ્રિયતા છે.

 

Share This Article