મોદીના રોમ રોમમાં ભારત માતા વસ્યા છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : મહેસાણા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર શારદાબેન પટેલના નામાંકન સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપÂસ્થત રહ્યા હતા. ભવ્ય રોડ શોનું આયોજન પણ કરાયું હતું. વાઘાણીએ મહેસાણા ખાતે વિશાળ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશભરમાં આજે પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ માટે સત્તા સેવાનું માધ્યમ છે જ્યારે કોંગ્રેસ માટે ભોગ વિલાપનું સાધન છે. કોંગ્રેસને પ્રજાના પ્રશ્નો સાથે કોઇ લેવા દેવા નથી.

વાઘાણીએ કહ્યું હતું કે, મોદીના રોમ રોમમાં રામ અને ભારત માતા છે જ્યારે કોંગ્રેસના રોમે રોમમાં ઇટાલી અને રોમ છે. વાઘાણીએ કહ્યું હતું કે, મોદીની રગેરગમાં દેશદાજ છે. ૧૯૯૨માં આતંકવાદીઓએ કહ્યું હતું કે, માનું દૂધ પીધું હોય તો કાશ્મીરમાં ભારતનો ધ્વજ ફરકાવી બતાવો ત્યારે બોંબ ધડાકા વચ્ચે મોદીએ આતંકવાદીઓનો પડકાર ઝીલ્યો હતો અને કાશ્મીરમાં જઇને શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો હતો.

Share This Article