પીએમ નરેન્દ્ર મોદી ચેન્નઈના બીચ પર સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપતા નજરે પડ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર અભિયાન શરૂ કર્યુ છે એવામાં હાલ તેઓ ચેન્નઇના પ્રવાસે છે ત્યા ચેન્નાઇ ખાતે તેમણે તેમના બીજા દિવસની શરૂઆત મહાબલીપુરમ બીચની સફાઇમા મદદ કરીને કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નઈના મહાબલીપુરમ બીચ પર સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપતા નજરે પડ્યા છે. મહાબલીપુરમ બીચ પર પીએમ મોદીએ સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું. પ્લાસ્ટિકની બોટલો ઉઠાવી અને કચરો ઉઠાવીને એક થેલીમાં પેક કર્યો હતો. તેમણે કહ્યું કે ચાલો આપણે નક્કી કરીએ જાહેર સ્થળો સ્વચ્છ અને વ્યવસ્થિત રાખીશું, ચાલો આપણે નક્કી કરીએ કે આપણે ફીટ અને હેલ્ધી રહીશું.

Share This Article