નવી દિલ્હી : રાજસ્થાન, છત્તિસગઢ અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આજે મતગણતરીની પ્રક્રિયા શરૂ થયા બાદ સાબિતી મળી ગઇ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હવે કોઇ લહેર જાવા મળી રહી નથી. કારણ કે મતગણતરી શરૂ થયા બાદભાજપને તમામ રાજ્યોમાં નુકસાનની શરૂઆત થઇ હતી. છેલ્લા પ્રવાહ મુજબ રાજસ્થાન અને છત્તિસગઢમાં તો કોંગ્રેસે સરકાર બનાવવા માટેની લીડ મેળવી લીધી હતી.
બીજી બાજુ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે તેની સ્થિતી મજબુત બનાવી હતી. મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી હોવા છતાં ઇચ્છિત પરિણામ મળી રહ્યા નથી. કારણ કેત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીએ સારી લીડ મેળવી હતી. મોદી અને યોગી તેમજ ભાજપ પ્રમુખ અમિત શાહે તમામ તાકાત લગાવી દીધી હતી. છતાં ઇચ્છિત પરિણામ ન મળતા નિરાશા ફેલાઇ ગઇ હતી.
જો કે ભાજપે ત્રણેય રાજ્યોમાં જોરદાર શાસનવિરોધી પરિબળ હોવા છતાં સ્થિતી મજબુત કરીહતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેની જારદાર સ્પર્ધા જોવા મળી હતી. જો કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના દમ પર રાજસ્થાનમાં સરકાર બનાવવા માટેની સાદી બહુમતી સુધીની બેઠકો પર લીડ મેળવી લીધી હતી. પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને રાજકીય પંડિતો સેમીફાઇનલ સમાન ગણી રહ્યા હતા. આ સેમીફાઇનલમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતી મજબુત દેખાઇ રહી છે. આજે પરિણામ આવવાની શરૂઆત થયા બાદ વડાપ્રધાનનરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ માટે ચિંતાની શરૂઆત થઇ ગઇ હતી. સ્થાનિક મુદ્દા પણ આ વખતે હતા. રાજસ્થાનમાં વસુન્ધરા રાજે સરકારની સામે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. આના કારણે લોકોએ કોંગ્રેસને તક આપી દીધી છે. જો કે આ નારાજગી મોદી સામે ન હોવાનુ હજુ નિષ્ણાંતો માને છે.